જથ્થાબંધ ફુગાવો ૯.૯૨% પાર...
જથ્થાબંધ ફુગાવો ૯.૯૨% પાર...
Published on: 15th September, 2026

ભારતીયો નવરાત્રિ અને દિવાળી કાળઝાળ મોંઘવારી વચ્ચે ઉજવશે. દૂધ, દહીં, શાકભાજી, અનાજ, પેટ્રોલ સહિત બધું જ મોંઘું થઈ રહ્યું છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ૯.૯૨% થયો, જે સપ્ટેમ્બરમાં ૧૦% થી વધુ થવાની અર્થશાસ્ત્રીઓની ચેતવણી છે. રિટેલ ફુગાવો પણ ૪.૮૨% થયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવવધારા, તેમજ નબળા વરસાદે ફુગાવામાં વૃદ્ધિ કરી છે. ઓગસ્ટમાં પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને ખાદ્ય ફુગાવો પણ નોંધપાત્ર રીતે વધ્યો છે.