LPG ગેસ સિલિન્ડર પર સબસિડી ચાલુ રાખવા 30 સપ્ટેમ્બર પહેલાં e-KYC પૂર્ણ કરો
LPG ગેસ સિલિન્ડર પર સબસિડી ચાલુ રાખવા 30 સપ્ટેમ્બર પહેલાં e-KYC પૂર્ણ કરો
Published on: 28th September, 2026

LPG ગ્રાહકો માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જો આ સમયગાળામાં e-KYC નહીં થાય, તો 1 ઓક્ટોબરથી ગ્રાહકોને સબસિડીવાળો ગેસ સિલિન્ડર નહીં મળે, પરંતુ બજારભાવે સિલિન્ડર ખરીદવો પડશે. સરકાર આ નિયમ એક દાયકા બાદ ફરીથી લાગુ કરી રહી છે. ગ્રાહકો ઓનલાઈન અથવા ગેસ એજન્સી પર જઈને મફતમાં e-KYC કરાવી શકે છે. આ માટે આધાર કાર્ડ જરૂરી છે.