વડોદરાના ૭૦ વેપારી સંગઠનો ૨ ઓક્ટોબરે 'નો યુપીઆઈ ડે'માં જોડાશે
વડોદરાના ૭૦ વેપારી સંગઠનો ૨ ઓક્ટોબરે 'નો યુપીઆઈ ડે'માં જોડાશે
Published on: 27th September, 2026

યુપીઆઈ (UPI) પર MDR (Merchant Discount Rate) ના કેન્દ્ર સરકારના નિર્ણય સામે દેશભરના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ ચાર્જના વિરોધમાં, ૨ ઓક્ટોબરે દેશભરમાં એક દિવસ માટે UPI પેમેન્ટ નહીં સ્વીકારવાનું એલાન કરાયું છે. વડોદરાના ૭૦ થી વધુ વેપારી સંગઠનો અને તેમના સભ્યો આમાં જોડાશે. આ કારણે, વડોદરામાં ૨ ઓક્ટોબરે હજારો દુકાનદારો UPI ને બદલે માત્ર રોકડમાં જ પેમેન્ટ સ્વીકારશે. વેપારીઓ QR કોડ પર કાળું કપડું લગાવી વિરોધ પ્રદર્શિત કરશે અને કલેક્ટરને આવેદનપત્ર આપશે.