આધુનિક યુગના વર-વધૂ પોતાના લગ્નના પોશાકમાંથી નાણા વસૂલ કરવામાં માહેર
આધુનિક યુગના વર-વધૂ પોતાના લગ્નના પોશાકમાંથી નાણા વસૂલ કરવામાં માહેર
Published on: 11th August, 2026

આજકાલના યુવાનો માત્ર ખર્ચાળ જ નહીં, પણ વ્યવહારુ પણ છે. તેઓ પોતાના લગ્નના વસ્ત્રો પર રોકેલા પૈસાને વિવિધ રીતે વસૂલ કરે છે. ફેશન ડિઝાઇનરો અનુસાર, હવે એ જમાનો ગયો જ્યારે લગ્નના મોંઘા કપડાં કબાટમાં જ પડ્યા રહેતા. આજના યુગલ પોશાકોને એવી રીતે ડિઝાઇન કરાવે છે કે તેને અન્ય પ્રસંગોએ પણ પહેરી શકાય, જેમ કે ડિટેચેબલ ભાગો, ઓવરસ્કર્ટ્સ, કેપ્સ વગેરે. આનાથી તેઓ અન્ય પ્રસંગોનો ખર્ચ બચાવે છે. કેટલાક તો લગ્નના વસ્ત્રો ભાડે આપે છે અથવા ભાડેથી પણ લે છે, જેનાથી ખર્ચ ઘટે છે અને જાળવણીની ચિંતા રહેતી નથી.