વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા.
વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા.
Published on: 21st May, 2026

વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૬-૨૭માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ૫.૨૫ ટકા રેપો રેટ જાળવી રાખશે અને તેમાં કોઈ વધઘટ થવાની શકયતા જણાતી નથી એમ ઈન્ડિયા રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ક્રુડ તેલના ભાવમાં વધારો છતાં ફુગાવો રિઝર્વ બેન્કની નિશ્ચિત મર્યાદાની અંદર રહેશે . વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવો ૪.૪૦ ટકા અને દેશનો આર્થિક વિકાસ દર ૬.૭૦ ટકા રહેવા એજન્સીએ ધારણાં મૂકી છે. વર્તમાન વર્ષમાં ફુગાવો વધશે તો પણ તે રિઝર્વ બેન્કની છ ટકાના મહત્તમ ટાર્ગેટની અંદર રહેશે અને માટે જ વ્યાજ દરમાં વધારો કે ઘટાડો થવાની શકયતા જોવાતી નથી એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.