અનાજ વિતરકો પર તંત્રનું દબાણ
અનાજ વિતરકો પર તંત્રનું દબાણ
Published on: 21st September, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના 516 વ્યાજબી ભાવના દુકાનદારો સપ્ટેમ્બર માસનો જથ્થો ન મળતાં મુશ્કેલીમાં છે. ઓગસ્ટમાં જ ચુકવણી કરી હોવા છતાં, ડોર સ્ટેપ ડિલિવરી (DSD) વ્યવસ્થાના અભાવે હજુ સુધી માલ પહોંચ્યો નથી. એક તરફ સપ્ટેમ્બરનું વિતરણ અધૂરું છે, ત્યારે પુરવઠા તંત્ર દ્વારા 25 તારીખ સુધીમાં દિવાળીના તહેવારો માટે ઓક્ટોબર અને નવેમ્બર માસનું વધારાનું તેલ અને ખાંડનું એડવાન્સ ચલણ ભરવા દબાણ થઈ રહ્યું છે. આ કારણે દુકાનદારો આર્થિક બોજ અનુભવી રહ્યા છે. જિલ્લા દુકાનદાર એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને સમયમર્યાદા લંબાવવા માંગ કરવામાં આવી છે.