અમદાવાદમાં દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રોનું આગમન
અમદાવાદમાં દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રોનું આગમન
Published on: 21st September, 2026

અમદાવાદમાં મેટ્રો સેવા વધુ ઝડપી, સુરક્ષિત અને અદ્યતન બનશે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી 'ગરબા અને ઉત્તરાયણ' થીમ પર તૈયાર થયેલી 10 નવી સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનો અમદાવાદ આવી પહોંચી છે. આ ટ્રેનો 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. 750 V ડીસી સિસ્ટમવાળી આ ટ્રેનો પ્રતિ કલાક 80-90 કિમીની ઝડપે દોડશે અને તેમાં AC, ઓટોમેટિક ઓપરેશન, ડિજિટલ ડિસ્પ્લે જેવી હાઇટેક સુવિધાઓ છે. CCTV અને ફાયર ડિટેક્શન સિસ્ટમ જેવી સુરક્ષા સુવિધાઓ પણ આપવામાં આવી છે. ટેસ્ટિંગ બાદ નવા વર્ષમાં સામાન્ય મુસાફરો માટે શરૂ થશે.