વેપારીઓ બીજી ઓક્ટોબરે નો-UPI-ડે મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે
વેપારીઓ બીજી ઓક્ટોબરે નો-UPI-ડે મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે
Published on: 01st October, 2026

કેન્દ્ર સરકાર દ્વારા યુપીઆઈ (UPI) વ્યવહારો પર લાદવામાં આવેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના વિરોધમાં દેશભરના વેપારીઓએ બીજી ઓક્ટોબરે 'નો-યુપીઆઈ-ડે' મનાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના નેજા હેઠળ યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં ૧૭ રાજ્યોના વેપારી સંગઠનોએ આ પગલાંનો સખત વિરોધ નોંધાવ્યો. આ દિવસે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી આપી સરકાર વિરુદ્ધ ઝુંબેશ શરૂ થશે. વેપારીઓ સંસદ સભ્યોને આવેદન પત્ર આપી પોતાની નારાજગી સરકાર સુધી પહોંચાડશે.