CID દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ
CID દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ
Published on: 06th June, 2026

વડોદરા, જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી સરકારને ૧.૨૯ કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં નાંદોદના તત્કાલીન મામલતદારની સીઆઇડી દ્વારા ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા રાજપીપળાના નાંદોદ તાલુકાના બખર ગામે મંજૂર થયેલી જમીનની એક નોંધ અંગેની ફરિયાદની તપાસ હાથ ધરવામા આવતા ગંભીર બેદરકારી બહાર આવી હતી.