અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રૂપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રૂપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ
Published on: 02nd June, 2026

ED Raids Vedanta Group In Delhi And Mumbai : માઈનિંગ અને નેચરલ રિસોર્સિસ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા ગ્રૂપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે દિલ્હી અને મુંબઈ સ્થિત વેદાંતા ગ્રૂપના વિવિધ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી રહી છે.FEMA હેઠળ કાર્યવાહી પણ કેસ હજુ સ્પષ્ટ નહીં EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારથી જ તપાસની પ્રક્રિયા ચાલુ છે.