માતા-પિતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રીને પણ રહેમરાહે નોકરીનો હક
માતા-પિતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રીને પણ રહેમરાહે નોકરીનો હક
Published on: 03rd June, 2026

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે લગ્ન બાદ પણ પુત્રીઓ પરિવારનો જ અભિન્ન અંગ ગણાય છે. રાશન શોપની ડીલર માતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રીને ડીલરશિપ આપવાની ના પાડતો ઉત્તર પ્રદેશ સરકારનો આદેશ સુપ્રીમે રદ કર્યો. પરિણીત પુત્રીને પરિવારની વ્યાખ્યામાંથી બહાર રાખી શકાતી નથી અને તે માતા-પિતાના મૃત્યુ બાદ તેમના સ્થાને રહેમરાહે નોકરી મેળવવાને હકદાર છે, તેવી સ્પષ્ટતા કોર્ટે કરી.