AI સ્પર્ધા: 92 હજાર નોકરીઓ પર ખતરો, ખર્ચ ઘટાડવા છટણી
AI સ્પર્ધાના કારણે માઇક્રોસોફ્ટ, મેટા જેવી મોટી ટેક કંપનીઓ ખર્ચ ઘટાડી રહી છે. AIમાં ભારે રોકાણ અને સ્પર્ધાત્મક દબાણને કારણે 98 કંપનીઓ 92 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરશે, જે ટેક ઉદ્યોગમાં ચિંતાનો વિષય બન્યો છે.
AI સ્પર્ધા: 92 હજાર નોકરીઓ પર ખતરો, ખર્ચ ઘટાડવા છટણી
Apple iOS 27 અપડેટમાં મોટો બદલાવ: Siri હવે iPhone કેમેરામાં, Google Lensને ટક્કર
Apple આવનારા iOS 27 અપડેટમાં તેના Camera એપ માટે ખાસ Siri Mode પર કામ કરી રહ્યું છે. આ મોડ જ્યારે ચાલુ હશે ત્યારે Camera એપમાં shutter બટન પર Apple Intelligenceનું લોગો દેખાશે. તેના દ્વારા યુઝરને જાણ થશે કે Siri કામ કરી રહ્યું છે. Siri Mode સાથે જોડાતા Visual Intelligenceમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરાશે. તેમાં ફૂડના એટલે કે nutrition labels સ્કેન કરીને ડાયેટ સંબંધિત માહિતી સંગ્રહ કરવાની સુવિધા પણ હશે. iOS 27 સાથે આ સુવિધા વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે કારણ કે તેનો સમાવેશ મુખ્ય Camera ઈન્ટરફેસમાં જ કરવામાં આવશે.
Apple iOS 27 અપડેટમાં મોટો બદલાવ: Siri હવે iPhone કેમેરામાં, Google Lensને ટક્કર
પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટર: ચંદ્ર-મંગળની રોમાંચક સફર!
પાટણ રીજિયોનલ સાયન્સ સેન્ટરમાં હવે ફ્લાઈટ સિમ્યુલેટર દ્વારા ચંદ્ર અને મંગળની રોમાંચક સફરનો અનુભવ મળશે. અદ્યતન ટેકનોલોજી, 3D પ્રોજેક્શન અને સીટીંગ એરેન્જમેન્ટ સાથે, મુલાકાતીઓ અવકાશયાત્રી બનવાનો જીવંત અનુભવ મેળવશે. 1 મે થી શરૂ થનાર આ નવું આકર્ષણ સૌને વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ પ્રેરશે.
પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટર: ચંદ્ર-મંગળની રોમાંચક સફર!
CHRO કોન્કલેવ-2026: HR પુસ્તકો અને કોર્સ બ્રોશર લોન્ચ.
એચ-૧બી વેતન વધારવા નોર્થ કેરોલિના લેબર કમિશનરનું સમર્થન, ભારતીયોને અસર.
નોર્થ કેરોલિનાના શ્રમ કમિશનર લ્યુક ફાર્લેએ H-1B અને E-3 વિઝા હેઠળના વિદેશી કામદારો માટે લઘુત્તમ વેતનના નિયમો વધારવાના ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. તેમનું માનવું છે કે વિદેશી વિઝા કાર્યક્રમોને કારણે અમેરિકન કામદારોની નોકરીઓ અને વેતનમાં ઘટાડો થાય છે. આ ફેરફારથી H-1B વિઝા પર નિર્ભર ભારતીય પ્રોફેશનલ્સને મોટો આર્થિક ફટકો પડી શકે છે. આ નવા નિયમોનો હેતુ અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો અને વિદેશી શ્રમના કારણે થતા વેતન કાપને અટકાવવાનો છે, જેની સીધી અસર ભારતીય આઈટી ક્ષેત્ર પર પડશે.
એચ-૧બી વેતન વધારવા નોર્થ કેરોલિના લેબર કમિશનરનું સમર્થન, ભારતીયોને અસર.
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
સ્માર્ટફોન છોડો: એક મહિનો સ્માર્ટફોન વગર રહેવાની ચેલેન્જ સ્વીકારી શકો?
આજના સ્માર્ટફોન યુગમાં લોકો જ્યારે સતત સ્ક્રીન અને નોટિફિકેશનમાં ડૂબેલા રહે છે, ત્યારે અમેરિકા સહિતના વિકસિત દેશોમાં હવે ફરી 'સાદા' (ફીચર) ફોન તરફ પાછા વળવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સ્માર્ટફોનની લત, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોથી બચવા માટે યુવાનો સ્માર્ટફોન છોડીને બેઝિક ફોન વાપરવાની ચેલેન્જ ઉપાડી રહ્યા છે. ભારતમાં હજુ સ્માર્ટફોનનું આકર્ષણ વધુ છે, પરંતુ વૈશ્વિક સ્તરે ડિજિટલ ડિટોક્સ અને એકાગ્રતા જાળવવા માટે ઓછી સુવિધાઓ અને લાંબી બેટરી લાઈફ ધરાવતા હાઈબ્રિડ ફીચર ફોનની માંગ સતત વધી રહી છે.
સ્માર્ટફોન છોડો: એક મહિનો સ્માર્ટફોન વગર રહેવાની ચેલેન્જ સ્વીકારી શકો?
સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ હાલમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ISROએ જાહેરાત કરી છે કે STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)નું બેકગ્રાઉન્ડ ધરાવતાં નાગરિકો હવે અંતરિક્ષ મિશન ગગનયાન માટે અરજી કરી શકશે. આ નિર્ણય ભારતની અંતરિક્ષયાત્રી પસંદગીની પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે અને સ્પેસ એક્સપ્લોરેશનમાં દેશની વધતી મહત્ત્વાકાંક્ષાઓને દેખાડે છે.
સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
UPમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગની અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે. આ એક્સપ્રેસવે પર સુરક્ષા માટે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) લગાવવામાં આવી છે, જે વોર રૂમ જેવા કંટ્રોલ રૂમથી સંચાલિત થશે. જો કોઈ વાહન ખોટી દિશામાં વળશે કે અકસ્માત થશે, તો AI તરત જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ મોકલશે. જો કોઈ ગાડી 2 મિનિટથી વધુ સમય માટે હાઈવે પર ઉભી રહેશે, તો AI તેનું લોકેશન નજીકના પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે.
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
દેશમાં હાલ 77 લાખ ગિગ વર્કરો કાર્યરત- પ્રસંગપટ- ભયાનક ગરમીથી બચવા માટે ગિગ વર્કરો માટે હીટ ડિસ્ટ્રેસ બટન જેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બપોરનો સમય કરફ્યૂ સમાન બની ગયો છે. આવી પરિસ્થિતિમાં જેમણે અનિવાર્યપણે બહાર જવું પડે તેવા લોકો જ રસ્તા પર દેખાતા હોય છે.
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
અમેરિકા ચીન વચ્ચે AI મુદ્દે કોલ્ડવોર
ચીને માર્ક ઝકરબર્ગની મેટા દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ 'માનુસ AI'ના ૨ અબજ ડોલરના ટેકઓવર પર પ્રતિબંધ મૂકીને મોટો હસ્તક્ષેપ કર્યો છે. બેઇજિંગના નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશને આ સોદો રદ કરવાનો આદેશ આપ્યો છે, જે અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તકનીકી કોલ્ડવોરનું નવું શિખર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એમેઝોન અને ગૂગલ જેવી ટોચની અમેરિકન કંપનીઓ એઆઈ પાછળ ૬૫૦ અબજ ડોલર ખર્ચવાની તૈયારીમાં છે, ત્યારે ચીનનું આ પગલું વ્યૂહાત્મક માનવામાં આવે છે.
અમેરિકા ચીન વચ્ચે AI મુદ્દે કોલ્ડવોર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે. પંચની ટીમ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની અને લઘુત્તમ બેઝિક પે ₹૧૮,૦૦૦થી વધારીને ₹૬૯,૦૦૦ કરવા માટે મજબૂત માંગ કરી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવી પદ્ધતિનું પણ સૂચન કરાયું છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીના મેનેજમેન્ટ માટે બનાવેલ ડિજિટલ પ્લેટફોર્મથી કામ સેકન્ડોમાં થશે.
IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ SSNNL માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું, જેનાથી પાણી અને વીજળીની માહિતી લાઈવ જોઈ શકાશે. 53 હાઇડ્રો પાવર સ્ટેશન, સોલર પેનલ્સ અને પમ્પિંગ સ્ટેશનનો ડેટા એક જગ્યાએ મળશે. ડેટા સીધો અપલોડ થવાથી ભૂલો ઘટશે અને અધિકારીઓ લાઈવ માહિતી જોઈ શકશે. આથી હવે નર્મદા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ આધુનિક બનશે.
વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીના મેનેજમેન્ટ માટે બનાવેલ ડિજિટલ પ્લેટફોર્મથી કામ સેકન્ડોમાં થશે.
ચીનમાં યુનિ.માં હ્યુમનોઈડ રોબોટ વિદ્યાર્થિનીને ભેટી પડતા વિવાદ.
ચીનની યુનિવર્સિટીમાં હ્યુમનોઈડ રોબોટ ડાન્સ કરતી વખતે બેકાબુ થઈ વિદ્યાર્થિનીને ભેટી પડ્યો. આ ઘટનાથી લોકોમાં રમૂજ અને ચિંતા જન્મી. STAFFએ તરત જ હસ્તક્ષેપ કર્યો. PUBLIC જગ્યાએ ROBOTના વર્તન અને નિયંત્રણ અંગે સવાલો ઉભા થયા. ચીનમાં ROBOTના વધતા જતા ઉપયોગથી લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ ઘટના VIRAL થઈ.
ચીનમાં યુનિ.માં હ્યુમનોઈડ રોબોટ વિદ્યાર્થિનીને ભેટી પડતા વિવાદ.
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
એમેચ્યોર રેડીયો સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત હિલટોપ કોન્ટેસ્ટમાં દેશભરની 42 ટીમોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં ઇન્સ્ટિટયૂટ ઓફ એમેચ્યોર રેડીયો ની ટીમે ભાગ લઈને પ્રથમ સ્થાન મેળવ્યું. સ્પર્ધા અંતર્ગત ટીમોએ પોતાના રાજ્યમાં આવેલા પર્વતો અથવા ઊંચી ટેકરીઓ પર હેમ સ્ટેશન સ્થાપિત કરીને એકબીજા સાથે સંપર્ક સાધ્યો. ગુજરાતની ટીમે પાલીતાણા કદમ્બગિરી કમળાઈ માતા મંદિર નજીક હેમ સ્ટેશન સ્થાપિત કર્યું હતું. ટીમનું નેતૃત્વ રૂચિર પુરોહિત દ્વારા કરાયું હતું. સાથે જ ડો. જગદીશ પંડ્યા અને પ્રવીણ વલેરાએ માર્ગદર્શન આપ્યું.
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
લેખન કૌશલ્ય કેવી રીતે વિકસાવવું?
જૈનિશભાઈએ એર ફોર્સમાં જવાના બદલે UPSC સિવિલ સેવામાં સફળતા મેળવી. તેમણે લેખન કૌશલ્ય વિકસાવવા માટે વિષયની વ્યાખ્યાઓને 30 વાર લખીને મજબૂત કરી, આંકડાઓ અને અવતરણો સંગ્રહિત કર્યા, અને જવાબોમાં આકૃતિઓનો ઉપયોગ કર્યો. નિબંધમાં મૌલિકતા અને ભાષાકીય દૃઢતા પર ભાર મૂક્યો. ઇન્ટરવ્યૂમાં પ્રમાણિક રહ્યા અને ઑલ ઇન્ડિયા રેન્ક 589 મેળવ્યો.
લેખન કૌશલ્ય કેવી રીતે વિકસાવવું?
AI સ્લોપ: બાળકો અને બાળપણ પરનું સંકટ
મોટાભાગના ઘરમાં બાળક રડતું હોય ત્યારે મોબાઇલ આપી દેવાય છે, પરંતુ ઇન્ટરનેટ પર 'AI Slop' નામની નવી આફત છે, જે AIથી બનેલું બેકાર કન્ટેન્ટ છે. આ કન્ટેન્ટ બાળકોના મગજ પર ખતરનાક અસર કરે છે, વાસ્તવિકતાથી દૂર કરે છે, એકાગ્રતા ઘટાડે છે અને ખોટી માહિતી આપે છે. માતાપિતાએ સતત મોનિટરિંગ કરવું, સ્ક્રીન ટાઈમ ઘટાડવો અને બાળકોને વાસ્તવિક દુનિયા સાથે જોડવા જરૂરી છે.
AI સ્લોપ: બાળકો અને બાળપણ પરનું સંકટ
એનવિડીયાનું માર્કેટ કેપ ફરીથી 5.12 લાખ કરોડ ડોલર થયું.
ઇન્ટેલના પરિણામો અને સેમી કંડક્ટર શેરોમાં તેજીથી એનવિડીયાને ફાયદો થયો. Yahoo Finance ના ડેટા મુજબ એનવિડીયાએ 5.12 લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ મેળવ્યું. ચિપ્સ ઉત્પાદક કંપનીઓમાં 4.2 ટકાનો વધારો થતા બજારમૂલ્યમાં 200 અબજ ડોલર ઉમેરાયું. ગૂગલ હવે 1 લાખ કરોડ ડોલર પાછળ છે.
એનવિડીયાનું માર્કેટ કેપ ફરીથી 5.12 લાખ કરોડ ડોલર થયું.
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેક્શનનું ૧૭મી સદીનું કાંસાનું નક્ષત્રયંત્ર, જેને ખગોળીય કોમ્પ્યુટર માનવામાં આવે છે, તેની આગામી સપ્તાહે લંડનમાં Sotheby's દ્વારા હરાજી થશે. જહાંગીરના સમયકાળમાં બનેલા આ ઇસ્લામિક આર્ટના અદભુત નમૂનાની હરાજીમાં 15 થી 25 લાખ પાઉન્ડ ઉપજવાની આશા છે. આ નક્ષત્રયંત્ર લીલામીમાં કેન્દ્રસ્થાને રહેશે.
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
વોટ્સએપ 'ગોલ્ડ' નથી, પરંતુ વોટ્સએપ 'પ્લસ' આવે છે: સાવધાન!
વોટ્સએપ એક લોકપ્રિય messaging app છે, અને તેના નામે છેતરપિંડીના પ્રયાસો ચાલુ રહે છે. 'વોટ્સએપ ગોલ્ડ' જેવી કોઈ એપ નથી, પણ 'વોટ્સએપ પ્લસ' જેવી થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે, જે સુરક્ષિત નથી. આવી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા સાવચેત રહો, અને ઓફિશિયલ વોટ્સએપનો જ ઉપયોગ કરો.
વોટ્સએપ 'ગોલ્ડ' નથી, પરંતુ વોટ્સએપ 'પ્લસ' આવે છે: સાવધાન!
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી: નાણામંત્રાલય દ્વારા બેન્કોને સતર્ક રહેવાની સૂચના.
અમેરિકન AI કંપનીના મિથોસ મોડેલના ખોટા હાથમાં પડવાના અહેવાલોથી ખતરો વધી ગયો છે. નાણામંત્રી અને IT મંત્રીએ બેન્કોના પ્રમુખો સાથે બેઠક કરી IT સિસ્ટમ, ગ્રાહકોના ડેટા અને નાણાં સુરક્ષિત રાખવા તાકીદ કરી છે. બેન્કિંગ સેક્ટરને રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ મિકેનિઝમ બનાવવા નાણામંત્રાલયનું સૂચન કરાયું અને એલર્ટ રહેવા જણાવ્યું છે.
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી: નાણામંત્રાલય દ્વારા બેન્કોને સતર્ક રહેવાની સૂચના.
કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર?
વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે ટેક્નોલોજીની સ્પર્ધામાં હવે એક નવો અને રહસ્યમય વળાંક જોવા મળ્યો છે. બંને દેશોમાં પરમાણુ ટેક્નોલોજી, હાઈપરસોનિક હથિયારો, AI અને સ્પેસ રિસર્ચ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કામ કરતા ટોચના વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ થઈ રહ્યા છે અથવા તેમના મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 11 અને ચીનમાં 9થી વધુ દિગ્ગજ વૈજ્ઞાનિકો સાથે આવી ઘટનાઓ બની છે. જોકે, ઉપરછલ્લી રીતે આ ઘટનાઓ સામાન્ય અકસ્માત જેવી લાગે છે, પરંતુ જે રીતે આ વૈજ્ઞાનિકો ગાયબ થઈ રહ્યા છે તે જોતા તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે.
કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર?
US Immigration: અમેરિકાના વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ?
ચીની સ્ટાર્ટઅપ DeepSeek શક્તિશાળી AI મોડેલ V-4 લોન્ચ કર્યું: ઘરેલુ ટેક્નોલોજીથી અમેરિકાને ટક્કર.
ચીની સ્ટાર્ટઅપ DeepSeek Huaweiની ચીપ પર ચાલતું AI મોડેલ DeepSeek-V4 લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ મોડેલ ગણિત અને કોડિંગમાં અન્ય ઓપન સોર્સ AI પ્રોગ્રામથી આગળ છે. આ લોન્ચિંગ ચીનની ઘરેલુ હાર્ડવેર ટેકનોલોજી તરફ વળવાનો સંકેત આપે છે, જે અમેરિકા સાથેની સ્પર્ધામાં મદદ કરશે. અગાઉના R-1 મોડેલે કાર્યક્ષમતા અને ઓછા ખર્ચને કારણે AI સેક્ટરમાં ધૂમ મચાવી હતી.
ચીની સ્ટાર્ટઅપ DeepSeek શક્તિશાળી AI મોડેલ V-4 લોન્ચ કર્યું: ઘરેલુ ટેક્નોલોજીથી અમેરિકાને ટક્કર.
iPhone 18 Pro Design Leak: અગાઉ કરતાં વધુ મોટો કેમેરા બમ્પ અને પાવરફુલ બેટરી
Appleના આવનારા iPhone 18 Pro, iPhone 18 Pro Max અને નવા iPhone Ultra અથવા Foldની ડિઝાઇન લીક થઈ છે. આ ડિઝાઇન ઘણી વાર લીક થઈ છે, જેમાં દર વખતે નવી-નવી વાત બહાર આવે છે. હાલમાં આ લીક પરથી એ વાત બહાર આવી રહી છે કે આ સિરીઝના કેમેરામાં બમ્પ પહેલાં કરતાં મોટો હશે. આ માહિતી YouTube ચેનલ Max Techના Vadim Yuryev દ્વારા શેર કરાયેલા ડમી યુનિટ ઇમેજીસ પરથી મળી છે.
iPhone 18 Pro Design Leak: અગાઉ કરતાં વધુ મોટો કેમેરા બમ્પ અને પાવરફુલ બેટરી
અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર રાહ નહીં, હવે AI કરશે જંકશનનું સંચાલન
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઘટશે! AI આધારિત 'એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ' (ATCS) અમલમાં મુકાઈ છે. જંકશન પર લાગેલા કેમેરા અને સેન્સર્સ ટ્રાફિકની ગીચતા જોઈને સિગ્નલનો સમય બદલશે. આથી, ખોટી રાહ જોવામાંથી મુક્તિ મળશે, પેટ્રોલ-ડીઝલનો ખર્ચ ઘટશે, અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. હાલમાં 10 જંકશન પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે, સફળતા મળ્યે સમગ્ર શહેરમાં લાગુ કરાશે.
અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર રાહ નહીં, હવે AI કરશે જંકશનનું સંચાલન
UPSC પરીક્ષામાં અંગ્રેજીનું પ્રભુત્વ : હકીકત કે ભ્રમ ?
UPSC જેવી પરીક્ષાઓમાં અંગ્રેજી માધ્યમનું વર્ચસ્વ ભાષાની શ્રેષ્ઠતાને કારણે નહીં, પરંતુ ઉપલબ્ધ સંસાધનો અને સારી શૈક્ષણિક સગવડોને લીધે છે. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માત્ર એક વિષય બની રહે છે, જ્યારે અન્ય રાજ્યોમાં તે કાર્યકારી સાધન છે. જોકે, સફળતા માટે ભાષા કરતાં વૈચારિક સ્પષ્ટતા, સચોટ માર્ગદર્શન અને દૃઢ આત્મવિશ્વાસ વધુ જરૂરી છે. ગુજરાતના યુવાનોમાં ક્ષમતાની કમી નથી, પરંતુ પરીક્ષા પ્રત્યે ગંભીરતા અને સાચી તૈયારીની પદ્ધતિ કેળવવી અનિવાર્ય છે જેથી પ્રતિભાનો સાચો વિકાસ થઈ શકે.
UPSC પરીક્ષામાં અંગ્રેજીનું પ્રભુત્વ : હકીકત કે ભ્રમ ?
ખાલી રસ્તા પર રેડ સિગ્નલમાં ઊભા રહેવું નહીં પડે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે વાહનચાલકોને ગરમી અને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. સેટેલાઇટ વિસ્તારના પ્રાયોગિક પ્રોજેક્ટ હેઠળ, સિગ્નલો પર AI કેમેરા લગાવવામાં આવ્યા છે જે વાહનોની સંખ્યા (ડેન્સિટી) મુજબ આપોઆપ ટાઇમર બદલી નાખે છે. આનાથી જો વાહનો ન હોય તો ચાલકોએ લાલ સિગ્નલ પર બિનજરૂરી ઊભા રહેવું પડશે નહીં. હાલમાં ૧૦ જંક્શન પર આ સુવિધા કાર્યરત છે અને ભવિષ્યમાં શહેરના તમામ ૧૩૧ જંક્શન્સને AI બેઝ્ડ કરવાનું આયોજન છે.
ખાલી રસ્તા પર રેડ સિગ્નલમાં ઊભા રહેવું નહીં પડે.
સ્પેસએક્સ અને કર્સર વચ્ચે 60 અબજ ડોલરમાં ખરીદીના વિકલ્પ સાથેનો કરાર
ઈલોન મસ્કની SpaceXએ AI સ્ટાર્ટઅપ કંપની 'કર્સર' સાથે વ્યૂહાત્મક કરાર કર્યો છે, જે ટેક સેક્ટરના સૌથી મોટા સોદા પૈકીનો એક ગણાય છે. આ કરારમાં ૬૦ અબજ ડોલરમાં કંપની ખરીદવાના વિકલ્પ સાથે ૧૦ અબજ ડોલરના સંયુક્ત વિકાસની જોગવાઈ છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઓપનએઆઈ અને એન્થ્રોપિકને ટક્કર આપી નેક્સ્ટ જનરેશન કોડિંગ અને નોલેજ વર્ક AI વિકસાવવાનો છે. આ સોદાથી કર્સરને 'કોલોસસ' સુપર કમ્પ્યુટર ક્લસ્ટરનો પાવર મળશે, જે ફાઈનાન્સ-ટેક સેક્ટરની કંપનીઓ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
સ્પેસએક્સ અને કર્સર વચ્ચે 60 અબજ ડોલરમાં ખરીદીના વિકલ્પ સાથેનો કરાર
WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં...
WhatsApp મેસેજિંગ એટલે કે ચેટિંગ માટેનું મહત્ત્વનું પ્લેટફોર્મ છે, પરંતુ હવે તેમાં એ સિવાય પણ અનેક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. કંપનીએ હવે ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ હવે સીધા WhatsApp અંદર જ મોબાઇલ રિચાર્જ કરી શકશે. આ ફીચરની સૌથી મોટી ખાસ વાત એ છે કે હવે રિચાર્જ માટે અલગ-અલગ એપ્સ ખોલવાની જરૂર નહીં પડે. કંપની મુજબ આ ફીચર ધીમે ધીમે Android અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે અને આવતા થોડા અઠવાડિયામાં બધાને મળી જશે. WhatsAppનું આ નવું ફીચર પેમેન્ટ કંપની PayU સાથે ભાગીદારીમાં લાવવામાં આવ્યું છે.
WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં...
ઈરાનનો ખતરનાક ખેલ: ડિજિટલ કિલ સ્વિચની ધમકી, ગ્લોબલ ઈન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો.
IRGC દ્વારા ગ્લોબલ ઈન્ટરનેટ આઉટેજની ચેતવણી! પર્શિયન ગલ્ફમાં સમુદ્ર નીચેની કેબલ્સ જોખમમાં છે. કેબલ્સને નુકસાનથી માત્ર મિડલ ઈસ્ટ જ નહીં, વિશ્વમાં મોટો આઉટેજ થઈ શકે છે. 'હોર્મુઝ સ્ટ્રેટ' ઓઇલ સપ્લાયની સાથે ડિજિટલ દુનિયા માટે સંવેદનશીલ, ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટને જોડે છે, જે વિશ્વના 17% થી 30% ઇન્ટરનેટ ટ્રાફિકનું સંચાલન કરે છે.