કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર?
વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે ટેક્નોલોજીની સ્પર્ધામાં હવે એક નવો અને રહસ્યમય વળાંક જોવા મળ્યો છે. બંને દેશોમાં પરમાણુ ટેક્નોલોજી, હાઈપરસોનિક હથિયારો, AI અને સ્પેસ રિસર્ચ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કામ કરતા ટોચના વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ થઈ રહ્યા છે અથવા તેમના મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 11 અને ચીનમાં 9થી વધુ દિગ્ગજ વૈજ્ઞાનિકો સાથે આવી ઘટનાઓ બની છે. જોકે, ઉપરછલ્લી રીતે આ ઘટનાઓ સામાન્ય અકસ્માત જેવી લાગે છે, પરંતુ જે રીતે આ વૈજ્ઞાનિકો ગાયબ થઈ રહ્યા છે તે જોતા તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે.
કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર?
2700 વર્ષ બાદ વતન વાપસી: ભારતથી ઈઝરાયલ પહોંચેલા 'બની મેનાશે' યહૂદીઓનું ભવ્ય સ્વાગત
ભારતના પૂર્વોત્તર રાજ્યો મણિપુર અને મિઝોરમમાં વસતા બની મેનાશે સમુદાય માટે 23 એપ્રિલનો દિવસ ઐતિહાસિક બની ગયો. આ સમુદાયના 250 સભ્યો જ્યારે ઈઝરાયલના બેન ગુરિયન ઍરપૉર્ટ પર ઉતર્યા, ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. 27 સદીઓ પહેલા વિખૂટા પડેલા આ લોકોને ઈઝરાયલ સરકારે લોસ્ટ ટ્રાઇબ્સ (ખોવાયેલા યહૂદી કબીલા) તરીકે આવકાર્યા છે. આ પ્રવાસીઓની ઘર વાપસી ઈઝરાયલના ખાસ કાર્યક્રમ ઓપરેશન વિંગ્સ ઓફ ડૉન અંતર્ગત કરવામાં આવી છે. એરપોર્ટ પર ઈઝરાયલના ઇમિગ્રેશન મંત્રી ઓફિર સોફરે પોતે હાજર રહીને તેમનું સ્વાગત કર્યું હતું.
2700 વર્ષ બાદ વતન વાપસી: ભારતથી ઈઝરાયલ પહોંચેલા 'બની મેનાશે' યહૂદીઓનું ભવ્ય સ્વાગત
બોમ્બ વિના ઈરાનને પાયમાલ કરવાની ટ્રમ્પની નવી સ્ટ્રેટેજી!
ઈરાન સાથે યુદ્ધ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભલે યુદ્ધવિરામ ત્રણ સપ્તાહ લંબાવ્યું હોય. જોકે તેમણે ઈરાનને પાયમાલ કરવાની એવી નવી સ્ટ્રેટેજી શરૂ કરી છે, જેના કારણે ઈરાનના ઓઇલના કૂવા બંધ થવાનું જોખમ વધી ગયું છે. વાસ્તવમાં અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરી દેતા અન્ય દેશો સુધી ઈરાનનું ક્રૂડ ઓઇલ પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ છે. સપ્લાય અટકી જતાં સ્થિતિ એવી ઊભી થઈ છે કે, અનેક દેશોમાં ઓઇલની અછત સર્જાવાની સાથે ક્રૂડ ઓઇલની કિંમતો પણ વધી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, ઈરાન પાસે ઓઇલનો એટલો ભરાવો થઈ ગયો છે કે તેને રાખવાની જગ્યા પણ ઓછી પડી રહી છે.
બોમ્બ વિના ઈરાનને પાયમાલ કરવાની ટ્રમ્પની નવી સ્ટ્રેટેજી!
ટ્રમ્પની મહેનત પાણીમાં? હિઝબુલ્લાહનો સીઝફાયર માનવાનો ઇનકાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બાદ ઇઝરાયલ અને લેબનોન વચ્ચેનો યુદ્ધવિરામ વધુ ત્રણ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. જોકે, કાગળ પરના આ યુદ્ધવિરામ છતાં દક્ષિણ લેબનોનની ધરતી હજુ પણ ધડાકાઓથી ધ્રૂજી રહી છે. શુક્રવારે ઇઝરાયલી હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે વળતા પ્રહારમાં હિઝબુલ્લાહે ઇઝરાયલનું અત્યાધુનિક ડ્રોન તોડી પાડ્યું છે. હિઝબુલ્લાહના સાંસદ અલી ફય્યાદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યારે ઇઝરાયલ સતત ગોળીબાર, બોમ્બમારો અને હત્યાઓ ચાલુ રાખતું હોય, ત્યારે આ યુદ્ધવિરામનો કોઈ અર્થ રહેતો નથી
ટ્રમ્પની મહેનત પાણીમાં? હિઝબુલ્લાહનો સીઝફાયર માનવાનો ઇનકાર
કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર
ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ (Doug Bracewell) ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. સપ્ટેમ્બર 2025માં થયેલા રુટીન ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા બાદ હવે તેના પર બે વર્ષનો બૅન લગાવી દેવામાં આવ્યો છે. આ સસ્પેન્શન 24 નવેમ્બર, 2025થી અમલમાં માનવામાં આવે છે અને 23 નવેમ્બર, 2027 સુધી ચાલુ રહેશે. બ્રેસવેલે ડિસેમ્બર 2025માં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલા જ તેનો કેસ સામે આવી ચૂક્યો હતો. તેણે ચેમ્સફોર્ડમાં એસેક્સ અને સમરસેટ વચ્ચે રમાયેલી એસેક્સ માટે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ દરમિયાન કોકેઈનનું સેવન કર્યું હોવાની કબૂલાત કરી હતી.
કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર
મરજીથી ત્યાં ગયા હતા...', રશિયામાં ભારતના 10 દીકરાના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ
રશિયામાં ભારતના 10 દીકરાના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેના વતી લડતા 10 ભારતીય નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આમાંના મોટાભાગના લોકોને નોકરીની લાલચ આપીને લલચાવીને રશિયા લઈ જઈને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેમાંથી મોટાભાગના લોકો પોતાની મરજીથી ગયા હતા. મૃતકોમાં મોટાભાગના યુવાનો છે અને ભારતમાં તેમની 25-26 વર્ષીય પત્નીઓ વિધવા બની ગઈ છે.
મરજીથી ત્યાં ગયા હતા...', રશિયામાં ભારતના 10 દીકરાના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ
ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પર જોખમ: ટ્રમ્પના જમાઈ કુશ્નર પાકિસ્તાન જવા રવાના, પણ ઈરાને મોઢું ફેરવ્યું!
દુનિયાભરના બજારોને હચમચાવી નાખનાર અને હજારો લોકોનો ભોગ લેનાર જંગને રોકવા માટે ફરી એકવાર રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતો આજે પાકિસ્તાન જવા રવાના થઈ રહ્યા છે. જોકે, બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અમેરિકી અધિકારીઓ સાથે સીધી મુલાકાત નહી કરે. અમેરિકા તરફથી રાષ્ટ્રપ્રમુખના ખાસ દૂધ સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર શનિવારે સવારે પાકિસ્તાન પહોંચશે. જરૂર પડ્યે ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પણ જોડાય તેવી શક્યતા છે. તો બીજી તરફ ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી શુક્રવારે જ ઇસ્લામાબાદ પહોંચી ગયા છે.
ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પર જોખમ: ટ્રમ્પના જમાઈ કુશ્નર પાકિસ્તાન જવા રવાના, પણ ઈરાને મોઢું ફેરવ્યું!
હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન?
વૈશ્વિક રાજનીતિમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના મિયામીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાત લઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ બાદ ક્રેમલિન(રશિયન પ્રમુખ ભવન) દ્વારા એવા સંકેત આપવામાં આવ્યા છે કે પુતિન આ યાત્રા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અમેરિકા આ વર્ષે G20 બેઠકનું યજમાન છે અને તેણે રશિયાને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે, જેનો રશિયાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન?
ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ!
ઈસ્લામાબાદમાં વાતચીતની શક્યતાઓ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા મળેલી જાણકારી મુજબ, અમેરિકન નૌસેનાના ગાઈડેડ-મિસાડલ ડેસ્ટ્રોયર 'USS રાફેલ' દ્વારા 24 એપ્રિલના રોજ ઈરાની ઝંડા ધરાવતા એક જહાજને દરિયામાં વચ્ચે જ રોકી દેવામાં આવ્યું છે. અમેરિકાએ એપ્રિલની શરૂઆતથી જ ઈરાનના પોર્ટ્સ પર દરિયાઈ નાકાબંધી લાગુ કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના તેલ નિકાસ અને વ્યાપારને મર્યાદિત કરવાનો છે. આ વ્યૂહરચના હેઠળ અત્યાર સુધીમાં ડઝનબંધ જહાજોને અટકાવવામાં આવ્યા છે.
ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ!
EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ
દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.
EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ
મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેનો વંશીય સંઘર્ષ હજુ શમ્યો નથી ત્યાં હવે નાગા અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. શુક્રવારે ઉખરુલ જિલ્લામાં થયેલી બે અલગ-અલગ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. વહેલી સવારે તાંગખુલ નાગા અને કુકી સમુદાયના સશસ્ત્ર જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ અથડામણમાં 29 વર્ષીય તાંગખુલ યુવક હોરશોકમી જમાંગનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના થોડા સમય બાદ કુકી બહુલ વિસ્તાર એવા મુલ્લમ ગામમાં પણ ગોળીબાર થયો હતો. જેમાં લેતલાલ સિતલ્હો અને પાઓમિનલુન હાઓલાઓ નામના બે કુકી યુવકોના મોત થયા છે.
મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર
મહીસાગરના લુણાવાડામાં 70 વર્ષીય વૃદ્ધ દ્વારા 26 વર્ષની યુવતી પર દુષ્કર્મ, સમગ્ર વિસ્તારમાં ચકચાર.
મહીસાગરના લુણાવાડામાં 70 વર્ષના વૃદ્ધે 26 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરતા હાહાકાર મચી ગયો છે. લુણાવાડા TOWN પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનાથી લોકોમાં રોષ છે. આરોપીએ યુવતીને પટાવી ઘરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું. પોલીસે ગુનો દાખલ કરી યુવતીનું મેડિકલ પરીક્ષણ હાથ ધર્યું છે અને ફરાર આરોપીને પકડવા ટીમો બનાવી દરોડા પાડવાનું શરૂ કર્યું છે. લોકોમાં ભારે ફિટકારની લાગણી જન્મી છે.
મહીસાગરના લુણાવાડામાં 70 વર્ષીય વૃદ્ધ દ્વારા 26 વર્ષની યુવતી પર દુષ્કર્મ, સમગ્ર વિસ્તારમાં ચકચાર.
US Immigration: અમેરિકાના વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ?
ફોર્બ્સની યાદીમાં ઇલોન મસ્કની સંપત્તિ અને દાનની સરખામણી: ગેટ્સ-બફેટના દાનથી રેન્કિંગમાં ફેરફાર.
ફોર્બ્સે અમીરોની યાદીમાં દાનને ધ્યાનમાં રાખીને 'ટ્રુ નેટ વર્થ' રેન્કિંગ જાહેર કરી. ઇલોન મસ્કે ઓછું દાન કર્યું હોવાથી તેઓ પ્રથમ સ્થાને રહ્યા. બિલ ગેટ્સ અને વોરેન બફેટે દાન ન કર્યું હોત તો તેઓ બીજા-ત્રીજા ક્રમે હોત. મેકેન્ઝી સ્કોટ 26મા સ્થાને હોત, જ્યારે જેફ બેઝોસ ટોપ 5માંથી બહાર થઈ જાત. રીડ હેસ્ટિંગ્સે પોતાની સંપત્તિનો એક-ચતુર્થાંશ ભાગ દાન કર્યો છે.
ફોર્બ્સની યાદીમાં ઇલોન મસ્કની સંપત્તિ અને દાનની સરખામણી: ગેટ્સ-બફેટના દાનથી રેન્કિંગમાં ફેરફાર.
શું Hormuzના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ થશે?
વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે Hormuz Straitમાં ઈરાની નૌકાઓને નિશાન બનાવવાનો આદેશ આપ્યો છે, જેનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. Hormuz સ્ટ્રેટ તેલ પુરવઠા માટે મહત્વનો જળમાર્ગ છે. ટ્રમ્પે અમેરિકી નૌસેનાને ઈરાની બોટ દેખાય તો ઠાર કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકા અને જાપાન 'માઈન્સ સ્વીપર' જહાજોથી માઈન્સ શોધી રહ્યા છે. ઈઝરાયેલ પણ હુમલાની તૈયારીમાં છે.
શું Hormuzના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ થશે?
ઇસ્લામાબાદ શાંતિ વાટાઘાટો: ઈરાનની નવી ચાલ, કોના ઈશારે વાટાઘાટો અટકી?
ઇસ્લામાબાદ વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર છે. અમેરિકી અને ઈરાની પ્રતિનિધિમંડળની રાહ જોવાઈ રહી છે, પરંતુ પડદા પાછળ ઈરાનની 'રિવોલ્યુશનરી ગાર્ડ કોર' (IRGC)ની નવી ચાલ છે. Trumpની બેચેની વધારવા માટે IRGCના કમાન્ડર અહેમદ વાહિદી 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ખેલી રહ્યા છે. ઈરાનમાં આંતરિક વિખવાદને કારણે વાતચીત પર ગ્રહણ લાગ્યું છે. Pakistan આ બંને કટ્ટર હરીફોને એક ટેબલ પર લાવી શકશે કે કેમ, તે જોવું રહ્યું.
ઇસ્લામાબાદ શાંતિ વાટાઘાટો: ઈરાનની નવી ચાલ, કોના ઈશારે વાટાઘાટો અટકી?
પેટ્રોલ ડીઝલના ભાવ: ઈરાન-અમેરિકા વાતચીતની આશા, ક્રૂડ ઓઇલમાં ઘટાડો અને પેટ્રોલ ડીઝલમાં અપડેટ.
અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે સમાધાનની આશા જાગી છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા જોવા મળ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ફરી શરૂ થવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો છે, WTI ક્રૂડ $94.40 પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ $105 પર સ્થિર થયો છે. મ્યાનમાર, લાઓસ, ફિલિપાઇન્સ અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતના શહેરોમાં પેટ્રોલ ₹94.12-₹96.10 અને ડીઝલ ₹89.79-₹91.78 પ્રતિ લિટર છે.
પેટ્રોલ ડીઝલના ભાવ: ઈરાન-અમેરિકા વાતચીતની આશા, ક્રૂડ ઓઇલમાં ઘટાડો અને પેટ્રોલ ડીઝલમાં અપડેટ.
સુરતમાં મોહમ્મદ અઝીઝ દ્વારા પાટીદાર સગીરાની છેડતી, ટોળાનો ઉગ્ર વિરોધ.
સુરતમાં એક પાટીદાર સગીરાની મોહમ્મદ અઝીઝે છેડતી કરી. લોકોએ આરોપીને માર માર્યો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો. 4000થી વધુ લોકો એકઠા થયા અને SPG ગ્રુપ પણ આવ્યું. પોલીસે લાઠીચાર્જ કર્યો અને POCSO હેઠળ FIR દાખલ કરી. DCP નિધિ ઠાકુરે જણાવ્યું કે પરિસ્થિતિ શાંત કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની માતાએ પોલીસ અને સમાજનો આભાર માન્યો છે.
સુરતમાં મોહમ્મદ અઝીઝ દ્વારા પાટીદાર સગીરાની છેડતી, ટોળાનો ઉગ્ર વિરોધ.
પાકિસ્તાન મધ્યસ્થી: ઈસ્લામાબાદમાં US સાથે સીધી વાતચીત નહીં, ઈરાનનો સ્પષ્ટ ઈનકાર.
ઈરાન US સાથે સીધી વાતચીત નહીં કરે; પાકિસ્તાન મધ્યસ્થી કરશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાનના વડાપ્રધાન અને સેના પ્રમુખ જનરલ સૈયદ આસીમ મુનીર સાથે મુલાકાત કરશે, જેમાં શાંતિ સ્થાપવા ચર્ચા થશે. USએ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરને ઈસ્લામાબાદ મોકલ્યા છે, જરૂર પડ્યે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ મુલાકાત લેશે.
પાકિસ્તાન મધ્યસ્થી: ઈસ્લામાબાદમાં US સાથે સીધી વાતચીત નહીં, ઈરાનનો સ્પષ્ટ ઈનકાર.
મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા.
મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે રાજકીય વિવાદમાં ભાજપના ઉમેદવારના ભાણાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી. તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.
મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા.
ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પહેલા ઈરાનનું ટેન્શન, US પ્રતિનિધિની ગેરહાજરી.
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે, ઈરાનના મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાન પહોંચ્યા, જ્યાં પાકિસ્તાની મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ દ્વિપક્ષીય મંત્રણા માટે આવ્યા છે, US સાથે શાંતિ મંત્રણા માટે નહીં. Trumpના પ્રતિનિધિઓની ગેરહાજરીથી મંત્રણા અંગે સસ્પેન્સ છે.
ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પહેલા ઈરાનનું ટેન્શન, US પ્રતિનિધિની ગેરહાજરી.
અમદાવાદમાં હરિયાણાથી નડિયાદ જતો દારૂ પકડાયો, નરોડામાં PCB રેડ, રાજસ્થાની ઝડપાયો, 4 બુટલેગર ફરાર.
અમદાવાદ PCBએ નરોડામાં રેડ કરી ₹67.57 લાખનો દારૂ પકડ્યો. દારૂ હરિયાણાથી નડિયાદ જતો હતો. પોલીસે રાજસ્થાની આરોપીને પકડ્યો, જ્યારે 4 બુટલેગર ફરાર થઈ ગયા. Local Body Election 2026 પહેલાં પોલીસ એક્શનમાં છે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રહી છે. પોલીસ ફરાર બુટલેગરને પકડવા તપાસ કરી રહી છે.
અમદાવાદમાં હરિયાણાથી નડિયાદ જતો દારૂ પકડાયો, નરોડામાં PCB રેડ, રાજસ્થાની ઝડપાયો, 4 બુટલેગર ફરાર.
અમેરિકાએ ચીન-ઈરાનના 40 OIL નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યો.
ટ્રમ્પ સરકારે ઈરાનની આર્થિક કરોડરજ્જુ તોડવા 40 જેટલી SHIPPING કંપનીઓ, ટેન્કરો અને ચીનની એક OIL રિફાઈનરી પર પ્રતિબંધ લાદ્યો છે. આ નિર્ણય ઈરાનના મહેસૂલના મુખ્ય સ્ત્રોતને ખતમ કરવાના અભિયાનનો ભાગ છે. ચીનની HINGLI PETROCHEMICAL રિફાઈનરી પણ નિશાના પર છે.
અમેરિકાએ ચીન-ઈરાનના 40 OIL નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યો.
સુરતમાં સગીરાની છેડતીથી આક્રોશ, પોલીસ સાથે ઘર્ષણ.
પવન ખેરાની આગોતરા જામીન અરજી રીજેક્ટ થઈ, હવે તેઓ શું કરશે?
આસામના મુખ્યમંત્રીના પત્ની પર ટિપ્પણી બદલ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા પર કેસ થયો છે. Supreme Courtમાં રાહત ન મળતા Gauhati High Courtમાં આગોતરા જામીન અરજી કરી, જે રીજેક્ટ થઈ છે. Crime Branch તેમની શોધમાં છે, હવે સૌની નજર એમના પર છે, Congress હાઈકમાન્ડનો ટેકો અત્યાર સુધી હતો.
પવન ખેરાની આગોતરા જામીન અરજી રીજેક્ટ થઈ, હવે તેઓ શું કરશે?
ભાવનગર જેલના 8 શખ્સો, રાજકોટ અને સાબરમતી જેલમાં TRANSFER કરાયા.
ભાવનગર જેલમાં MOBILE મળતા, યુવી ગેંગના ઉબેદ સહિત 8ને રાજકોટ અને અમદાવાદની સાબરમતી જેલમાં TRANSFER કરાયા. ઉબેદ અને અલ્તાફ વચ્ચે ગેંગ વોરની શક્યતા હતી. જેલમાં MOBILE, સીમકાર્ડ મળવાની ઘટનાઓ બાદ સરપ્રાઈઝ ચેકિંગમાં ગટરમાંથી MOBILE મળ્યો. ફાયરિંગ કેસ અને કાળિયારના શીંગડાના ગુનામાં યુવી ગેંગના સભ્યો સજા કાપી રહ્યા છે.
ભાવનગર જેલના 8 શખ્સો, રાજકોટ અને સાબરમતી જેલમાં TRANSFER કરાયા.
ઈરાન-અમેરિકા યુદ્ધ: અમેરિકાનું નુકસાન અને ખાડી દેશોમાં ચીનનું વધતું મહત્વ.
અમેરિકાએ હથિયારો, ડોલર અને પ્રતિષ્ઠા ગુમાવ્યા, ખાડી દેશો યુઆનમાં વેપાર માટે પ્રેરાયા. વર્ષોથી અમેરિકાએ ટેક્નોલોજી અને સુરક્ષાના નામે ડોલરમાં ક્રૂડનો વેપાર કરાવ્યો, પણ ઈરાન યુદ્ધે પરિસ્થિતિ બદલી. ચીન વધુ વિશ્વાસપાત્ર લાગતા ખાડી દેશોને ફાયદો થયો. ચીનને સસ્તા ક્રૂડ અને યુદ્ધમાં પણ વેપારથી મોટો ફાયદો થયો.
ઈરાન-અમેરિકા યુદ્ધ: અમેરિકાનું નુકસાન અને ખાડી દેશોમાં ચીનનું વધતું મહત્વ.
આપણા એક મતની કિંમત ₹1.52 લાખ: 5 વર્ષમાં શહેરના વિકાસના ₹15000 કરોડનો ફેંસલો 9.85 લાખ મતદાર કરશે.
રાજકોટ મનપાની ચૂંટણી જામી છે, દરેક ઉમેદવાર મત માંગી રહ્યા છે, ત્યારે તમારા એક વોટની કિંમત ₹1.52 લાખ છે! પાંચ વર્ષમાં મનપાનું બજેટ ₹15000 કરોડ હોય છે. 9.85 લાખ મતદારો આ બજેટનો ફેંસલો કરે છે. આથી સમજી વિચારીને, જ્ઞાતિ-જાતિથી દૂર રહીને યોગ્ય ઉમેદવારને મત આપો, અને શહેરના વિકાસમાં ભાગીદાર બનો.
આપણા એક મતની કિંમત ₹1.52 લાખ: 5 વર્ષમાં શહેરના વિકાસના ₹15000 કરોડનો ફેંસલો 9.85 લાખ મતદાર કરશે.
ખેડૂત મૃત્યુ પામ્યો, પણ ભ્રષ્ટાચાર જીવતો રહ્યો.
ગાંધીનગરમાં એક ટ્રસ્ટે મરણ પામેલા ખેડૂતને જીવિત દર્શાવી બોગસ વેચાણ કરારથી ગેરકાયદેસર સ્કૂલ ઉભી કરી. મંજૂરી વિના બાંધકામ થયું છતાં સરકારે માન્યતા આપી. 26 વર્ષથી ચાલતી આ SCHOOL ના ઓડિટમાં પણ ભૂલો છુપાઈ. એક જ BUILDING માં બે ટ્રસ્ટથી ચાલતી SCHOOL માં 800 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. ટ્રસ્ટીઓએ કરોડોની જમીન પચાવી પાડી છે, જે સામે ખેડૂતના વારસદારો કાયદાકીય લડત લડી રહ્યા છે.
ખેડૂત મૃત્યુ પામ્યો, પણ ભ્રષ્ટાચાર જીવતો રહ્યો.
પાટણમાં ચાંદીના પૈસાની ઉઘરાણીમાં 3 શખ્સો દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો.
પાટણમાં જલારામ મંદિર પાસે Mayurbhai Soniને Nileshbhai, Girishbhai, અને Dharmikbhai નામના શખ્સોએ ચાંદીના હિસાબ બાબતે માર માર્યો. Nileshbhai એ 2.40 લાખ રૂપિયા માંગતા ઝઘડો થયો. B Division police stationમાં ફરિયાદ નોંધાઇ, જેમાં 2022માં લીધેલી 3 કિલો 517 ગ્રામ ચાંદીના પૈસાની ઉઘરાણીનો ઉલ્લેખ છે.