NEET સહિતની પરીક્ષાઓના નકલી પેપર વેચનાર ચાર આરોપીઓની બિહાર પોલીસ દ્વારા ધરપકડ.
NEET સહિતની પરીક્ષાઓના નકલી પેપર વેચનાર ચાર આરોપીઓની બિહાર પોલીસ દ્વારા ધરપકડ.
Published on: 15th June, 2026

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં નીટ-યુજી (NEET-UG) સહિત વિવિધ પરીક્ષાઓના નકલી પ્રશ્નપત્રો ઉમેદવારો અને તેમના વાલીઓને વેચવાના કૌભાંડમાં પોલીસે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ હર્ષ, અમનકુમાર, કન્હૈયા કુમાર અને હર્ષ કનોડિયા છે. તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા નકલી પેપર વેચીને માતા-પિતાની છેતરપિંડી કરતા હતા.