ઘર પાસે રમતા ૩ વર્ષના બાળકનું કારની ટક્કરે દુખદ અવસાન
ઘર પાસે રમતા ૩ વર્ષના બાળકનું કારની ટક્કરે દુખદ અવસાન
Published on: 02nd September, 2026

વડોદરામાં ઘર પાસે રમતા એક ૩ વર્ષના બાળકને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું દુખદ અવસાન થયું છે. બાપોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વી.આઇ.પી. રોડ શાનેન સ્કૂલ પાસે શિલ્પ ગ્રીન ફ્લેટમાં રહેતા બાળક જોયને ફ્લેટ કંપાઉન્ડમાં કાર લઈ જતા સમયે ટક્કર વાગી હતી. માથા અને કાન પર ગંભીર ઈજા થતાં બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, જ્યાં તેને મૃત જાહેર કરાયો.