ભીના પોતા પર ચંપલ પહેરવા બાબતે બોલાચાલી, પરિણીતાએ કર્યા આપઘાત
ભીના પોતા પર ચંપલ પહેરવા બાબતે બોલાચાલી, પરિણીતાએ કર્યા આપઘાત
Published on: 24th September, 2026

જામનગરના સેનાનગર વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતાએ પતિ સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પોલીસના જણાવ્યા મુજબ, કોમલબેન ઘરે સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ ભીના પોતા પર ચંપલ પહેરીને ચાલતા હતા, જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ. મનદુઃખ થતાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું. બનાવ અંગે સીટી-સી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.