પતિની હત્યા કરી બાથરૂમમાં દાટ્યો, 46 દિવસ સુધી પત્ની નહાતી રહી
પતિની હત્યા કરી બાથરૂમમાં દાટ્યો, 46 દિવસ સુધી પત્ની નહાતી રહી
Published on: 04th July, 2026

આગ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે 'દ્રશ્યમ' ફિલ્મને પણ ટક્કર મારે તેવી છે. એક પત્નીએ તેના પતિની હત્યા કરી, લાશ બાથરૂમમાં દાટી દીધી અને 46 દિવસ સુધી તે જ બાથરૂમમાં નહાતી રહી. પોલીસે તપાસ કરતાં આ ભયાનક સત્ય બહાર આવ્યું. આરોપી પત્ની રૂબી શર્માએ પોલીસને જણાવ્યું કે તેણે પતિને ઊંઘની ગોળીઓ આપીને મારી નાખ્યો અને બાદમાં લાશને બાથરૂમમાં દાટી દીધી. પોલીસે દ્રશ્યમ ફિલ્મની જેમ લાશ છુપાવવાના આ કાવતરાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.