અમદાવાદ AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી
અમદાવાદ AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી
Published on: 20th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે શહેરમાં વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. સ્કૂલ-કોલેજ કેન્ટીન, હોસ્પિટલ અને હોસ્ટેલ કેન્ટીનમાં નિયમોનું ઉલ્લંઘન અને અસ્વચ્છતા જોવા મળતાં અનેક સ્થળોને સીલ કરવામાં આવ્યા. મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલ કેન્ટીન, Mad Over Grills રેસ્ટોરન્ટ, સંતોષ ઘી ભંડાર, રાજેશ દૂધ ઘર, સબરુ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાય અને સમ્રાટ બેકરી જેવા એકમો સામે FSSAI લાયસન્સ ન હોવા, અસ્વચ્છતા, ખાદ્ય પદાર્થોમાં જીવાત અને નિયમોના પાલનમાં નિષ્ફળતા બદલ કાર્યવાહી કરાઈ.