નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ કરવાના નામે અમદાવાદની મહિલા સાથે ઠગાઈ
અમદાવાદમાં 55 વર્ષીય મહિલા સાથે ઈ-સીમ (eSIM) એક્ટિવેશનના નામે 99,900 રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. ઠગે કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી મહિલાના ફોનમાંથી EID નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ, નકલી સીમકાર્ડ તેના મોબાઈલમાં ચાલુ કરી, તેના બેંક એકાઉન્ટમાંથી PhonePe એપ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી લીધા. ફેમિલી પ્લાન પોર્ટ કરાવ્યા બાદ નેટવર્કની સમસ્યા સર્જાતાં ઠગાઈનો ભોગ બન્યા હતા. આ ઘટના બાદ મહિલાએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી છે.
નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ કરવાના નામે અમદાવાદની મહિલા સાથે ઠગાઈ
દિલ્હી થપ્પડકાંડ બાદ BJP મંત્રી પ્રવેશ વર્મા સામે પોલીસ કાર્યવાહી
દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં રોડ નિરીક્ષણ દરમિયાન એક વ્યક્તિને થપ્પડ મારવાના મામલે BJP મંત્રી પ્રવેશ વર્મા સામે કાયદેસર કાર્યવાહી શરૂ થઈ છે. દિલ્હી પોલીસે મંત્રી સામે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા બદલ BNSની કલમ 115 હેઠળ નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ (NCR) દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે. પીડિત વ્યક્તિ દ્વારા ફરિયાદ બાદ NCR નોંધવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) મંત્રીના રાજીનામા અને ધરપકડની માંગ કરી રહી છે.
દિલ્હી થપ્પડકાંડ બાદ BJP મંત્રી પ્રવેશ વર્મા સામે પોલીસ કાર્યવાહી
ગાંધીનગરમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માર્ગદર્શક સેમિનાર
ગુજરાત સમાચાર અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ગાંધીનગરમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર એક માર્ગદર્શક સેમિનાર યોજાયો. ઇન્વેસ્ટર એજ્યુકેશનના ઝોનલ હેડ શૈલેન્દ્ર દિક્ષિતે જણાવ્યું કે, નાની રકમથી SIP દ્વારા લાંબા ગાળે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, જે રોકાણકાર પોતાની જરૂરિયાત મુજબ પસંદ કરી શકે છે. પેનલ ચર્ચામાં અફવાઓથી દૂર રહી આયોજનબદ્ધ રોકાણ અને યુવાનો તથા ગૃહિણીઓ માટે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ગાંધીનગરમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માર્ગદર્શક સેમિનાર
ડેટ્રોઈટની સ્ટ્રિપ-કલબમાં ચર્ચા ઉગ્ર થતાં ગોળીબાર
મિશીગન રાજ્યના ડેટ્રોઈટ શહેરમાં રવિવારે એક સ્ટ્રિપ-કલબમાં થયેલી ગોળીબારીમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે પુરુષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, કલબમાં ચાલી રહેલા રંગ-રાગ દરમિયાન થયેલી સામાન્ય ચર્ચા ઉગ્ર બનતાં ગોળીબાર થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગોળીબાર કરનાર શખ્સો કે ઘટનાના ચોક્કસ કારણ વિશે હજુ વધુ માહિતી મળી નથી, પરંતુ મૃતકો અને ઈજાગ્રસ્તોની વય ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે.
ડેટ્રોઈટની સ્ટ્રિપ-કલબમાં ચર્ચા ઉગ્ર થતાં ગોળીબાર
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ₹2.96 કરોડ ઓનલાઇન સહાય
સ્વ. ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'ના દુઃખદ અવસાન બાદ, તેમના પરિવારને સહાય કરવા આયોજિત સેવા યજ્ઞ હેઠળ ₹3.50 કરોડની કુલ આર્થિક મદદ મળી છે. નિતીન જાની ઉર્ફે ખજૂરભાઈ અને 'વિલેજ બોય' ટીમે મીડિયા સમક્ષ આર્થિક મદદનો હિસાબ રજૂ કર્યો. જેમાં ₹2.96 કરોડ ઓનલાઇન અને ₹53.71 લાખ રોકડમાં મળ્યા. એકત્ર થયેલી રકમમાંથી પરિવારના ભવિષ્ય માટે FD અને જમીન ખરીદીનું આયોજન કરાયું છે. અકસ્માત સ્થળે અંધશ્રદ્ધા ન ફેલાવવા અને QR કોડ બંધ કરવા અપીલ કરાઈ.
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ₹2.96 કરોડ ઓનલાઇન સહાય
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે ભલામણ કરાયા
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને ભારતની સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ તરીકે એલિવેટ કરવાની ભલામણ કરી છે. તેઓ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. 1989 માં લોની ડિગ્રી મેળવી, 1990 માં એડવોકેટ નોંધણી કરાવી. નવેમ્બર 2011 માં અલાહાબાદ હાઈકોર્ટમાં એડિશનલ જજ અને ઓગસ્ટ 2013 માં પરમેનેન્ટ જજ બન્યા. બંધારણીય અધિકારો, નાગરિક સ્વતંત્રતા અને વહીવટી કાયદાઓ પર અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. દિલ્હી અને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નામની પણ ભલામણ કરાઈ છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે ભલામણ કરાયા
વનકર્મી પર હુમલા કરનાર સિંહ પાંજરે પુરાયો
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં બે દિવસથી ગ્રામજનો અને વનવિભાગ માટે ચિંતાનો વિષય બનેલો હુમલાખોર સિંહ આખરે પાંજરે પુરાયો છે. 26 સપ્ટેમ્બરના રોજ બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન વનકર્મીઓ પર હુમલો કરનાર સિંહને 44 કલાકના મેગા ઓપરેશન બાદ સફળતાપૂર્વક પકડી લેવાયો છે. સિંહને હવે એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડાયો છે. આ દરમિયાન, બગસરાના નવી હળિયાદ ગામે 5 સિંહો ગામમાં આવી પહોંચતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
વનકર્મી પર હુમલા કરનાર સિંહ પાંજરે પુરાયો
અમદાવાદ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવડાં
અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત, પીવાના પાણીમાં ગરોળી અને 10 માળની લિફ્ટ બંધ જેવી સમસ્યાઓ સામે વિદ્યાર્થિનીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે. ભોજનમાં કાનખજૂરા, જીવડાં અને ઈયળો મળવાની ફરિયાદો છે, છતાં સંચાલકો બેદરકાર હોવાનો આક્ષેપ છે. 1000 વિદ્યાર્થિનીઓ માટે માત્ર 2 પાણીના નળ ચાલુ છે. 3 અઠવાડિયાથી ભોજન મેનુ બદલવાની માગ છે, પરંતુ કોઈ ઉકેલ નથી. "ફ્રીમાં રહો છો, જે મળે એ ખાઈ લો!" જેવા જવાબોથી રોષ ભભૂક્યો છે.
અમદાવાદ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવડાં
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં રાંધણ ગેસના સિલિન્ડરમાં થયેલા ભયાનક બ્લાસ્ટને કારણે એક ફળ વિક્રેતાનું બે માળનું પાકું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં 5 થી 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાનું અનુમાન છે. સ્થાનિક લોકો દ્વારા એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આસપાસના 2 ઘરોને પણ નુકસાન થયું. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત કામગીરી તેજ કરવા આદેશ આપ્યા છે.
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
સુરતના સરોલી સંગીની કાપડ માર્કેટમાં ભીષણ આગ
સુરતના સરોલી સ્થિત સંગીની કાપડ માર્કેટમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે લાગેલી આ આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 22 જેટલા ફાયર ટેન્ડરો અને વધારાના પાણીના ટેન્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સુરતના સરોલી સંગીની કાપડ માર્કેટમાં ભીષણ આગ
અમદાવાદ ગ્રામ્યમાં બેરોકટોક દારૂના અડ્ડા
ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ હોવાના પુરાવા અમદાવાદ ગ્રામ્યમાંથી મળ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ પણ અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને ધોલેરા તાલુકાઓમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા છે. બુટલેગરો પોલીસ કે કાયદાથી ડરતા નથી. અસલાલી પોલીસ સ્ટેશન હેઠળની કમોડ ચોકડી પર 24 કલાક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે. સ્થાનિકો પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠનો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે એક વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રની કામગીરી સામે પ્રશ્નો સર્જાયા છે.
અમદાવાદ ગ્રામ્યમાં બેરોકટોક દારૂના અડ્ડા
અમરેલી સાવરકુંડલામાં મેગા ડિમોલિશન
અમરેલીના સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મહુવા રોડથી નાવલી સુધીના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે છાપરા, ઓટલા અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ઘણા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પણ પોતાના દબાણો હટાવ્યા હતા. મહેસૂલ વિભાગ, નગરપાલિકા, સિટી સર્વે, પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત ટીમોએ આ કામગીરીમાં ભાગ લીધો હતો. મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.
અમરેલી સાવરકુંડલામાં મેગા ડિમોલિશન
જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલ બાકીદારો સામે PGVCLની મોટી ઝુંબેશ શરૂ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26ના સપ્ટેમ્બર-2025 સુધીમાં કુલ 94,283 બાકીદારો પાસેથી રૂ.34.44 કરોડની વસૂલાત બાકી છે. આ માટે 38 પેટા વિભાગીય કચેરીઓમાં 400 ટીમો કાર્યરત છે. સમયસર બિલ ન ભરનારાઓના વીજ જોડાણો કાપવામાં આવશે. PGVCL ગ્રાહકોને સમયસર ચુકવણી કરવા અને કપાતથી બચવા અપીલ કરે છે.
જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલ બાકીદારો સામે PGVCLની મોટી ઝુંબેશ શરૂ
બાબરા APMCની ચૂંટણી માટે મતદાન
અમરેલી જિલ્લાના બાબરા APMCની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટો અને કોંગ્રેસની મિક્સ પેનલે ભાજપ સામે મોરચો માંડ્યો છે, જેના કારણે ભારે રસપ્રદ અને રસાકસીભર્યો માહોલ સર્જાયો છે. ખેડૂત વિભાગમાં 21 ઉમેદવારો જ્યારે વેપારી વિભાગમાં 8 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. આવતીકાલે પરિણામ જાહેર થશે.
બાબરા APMCની ચૂંટણી માટે મતદાન
ટીમ ઈન્ડિયાના ખેલાડીના પ્લેયર એડિશન ધરાવતા 3 કિંમતી બેટની ચોરી
મેદાન પર ટ્રેનિંગ દરમિયાન ભારતીય ક્રિકેટર દીપક ચહરના ત્રણ Player Edition બેટ્સ ચોરાઈ ગયા. આ બેટ્સની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા હતી. ચોરી બાદ દીપકે એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી અને ફેન્સને પૂછ્યું કે તેણે શું કરવું જોઈએ - પોલીસ ફરિયાદ કરવી, PM મોદી કે CM યોગી પાસે જવું, કે પછી ભગવાનને ફરિયાદ કરવી. તેણે ચોરને સદ્બુદ્ધિ આપવા અને બેટ્સ પાછા આપવા વિનંતી કરી, તેમજ ચોરને પૈસા આપી દેવાની પણ વાત કરી. ઇજાઓથી પ્રભાવિત કારકિર્દી ધરાવતા ચહર હાલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીના પ્લેયર એડિશન ધરાવતા 3 કિંમતી બેટની ચોરી
સુરતના અમરોલીમાં જૂની અદાવતમાં મારામારી અને પથ્થરમારો
સુરતના અમરોલી વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારી અને પથ્થરમારાની ઘટનામાં 7થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે. મકાન પચાવી પાડવાના વિવાદ બાદ અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં ઘૂસીને પાવડા, ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો, જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના અમરોલીમાં જૂની અદાવતમાં મારામારી અને પથ્થરમારો
ટ્યુશન જતી સગીરાની રિક્ષાચાલકે કરી છેડતી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે ટ્યુશન ક્લાસ જતા સમયે રિક્ષાચાલકે છેડતી કરી. આરોપીએ ઓઢવ જડેશ્વર વનના ગેટ પાસે રિક્ષા રોકી સગીરાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, હિંમતવાન વિદ્યાર્થિનીએ રિક્ષાચાલકને ધક્કો મારી તેની ચુંગાલમાંથી છૂટીને બીજી રિક્ષા પકડી ક્લાસ પહોંચી ગઈ. ક્લાસમાં રડતી વિદ્યાર્થિનીને જોઈ શિક્ષિકાએ તેની માતાને જાણ કરી. માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી કલ્પેશ પટેલ નામના રિક્ષાચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્યુશન જતી સગીરાની રિક્ષાચાલકે કરી છેડતી
સુરતીઓ માટે નવરાત્રિમાં ખાણી-પીણી અને ગરબાનો અદભૂત રસથાળ
સુરત શહેરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ખાણી-પીણીના શોખીનો માટે અઠવા પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. તા. 11થી 20 ઓક્ટોબર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓ માણવા મળશે. સાથે જ, શેરી ગરબા સ્પર્ધા (12 ઓક્ટોબર) અને આંતરશાળા રાસ સ્પર્ધા (14 ઓક્ટોબર)નું પણ આયોજન કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. આયોજન શહેરના મધ્ય વિસ્તારમાં હોવાથી સુરતીઓ માટે સુગમ બન્યું છે, જ્યાં તેઓ ગરબાની સાથે પરંપરાગત સંસ્કૃતિ અને યુવાનોની કળાનો આનંદ માણી શકશે.
સુરતીઓ માટે નવરાત્રિમાં ખાણી-પીણી અને ગરબાનો અદભૂત રસથાળ
ગુજરાતમાં મમૂટીના માથે તિલક જોઈ કટ્ટરપંથીઓ ભડક્યા!
મલયાલમ સુપરસ્ટાર મમૂટી ગુજરાતમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં હાજરી આપતી વખતે પરંપરાગત રીતે કુમકુમ તિલક લગાવી સ્વાગત કરાતાં કેટલાક કટ્ટરપંથી યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. એક યુઝરે તેને 'ધાર્મિક અપરાધ' ગણાવ્યો હતો. આ વિવાદ પર અભિનેતા અને કોમેડિયન હરિશ્રી યુસુફે સણસણતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં આતિથ્ય સત્કારને ધર્મના ચશ્માથી જોવું ખોટું છે અને આવા ટીકાકારો 'કૂવાના દેડકા' સમાન છે. તેમણે ઉમેર્યું કે ધર્મ માણસને શ્રેષ્ઠ બનાવે છે, લડાવતો નથી.
ગુજરાતમાં મમૂટીના માથે તિલક જોઈ કટ્ટરપંથીઓ ભડક્યા!
નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસરના વિદ્યાર્થીને ધમકાવવા પર NSUIનો વિરોધ
નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડીને ધમકાવવાના વીડિયો વાયરલ થતાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. NSUIએ પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા માત્ર કમિટી રચવાની વાત પર NSUIએ નારાજગી વ્યક્ત કરી છે. જો તાત્કાલિક સસ્પેન્શન નહીં થાય તો દિલ્હીના જંતર-મંતર જેવા ઉગ્ર આંદોલનની ચીમકી NSUI દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસરના વિદ્યાર્થીને ધમકાવવા પર NSUIનો વિરોધ
તાપી શુદ્ધિકરણની વાતો વચ્ચે સુરત પાલિકાના જ કોમ્પલેક્સમાંથી નદીમાં ગંદુ પાણી ઠાલવ્યું
સુરત પાલિકા દ્વારા તાપી નદીના શુદ્ધિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે, પરંતુ હવે પાલિકાના પોતાના જ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી ગંદુ પાણી સ્ટોર્મ ડ્રેનેજ મારફતે તાપી નદીમાં ઠાલવાતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સામાન્ય મિલકતોમાં આવી ગેરરીતિ જણાય તો પાલિકા દંડ અને કાર્યવાહી કરે છે, પરંતુ પોતાના જ પ્રકલ્પમાંથી આટલી મોટી ગંભીરતા ધરાવતી ફરિયાદ બાદ પણ કોઈ પગલાં ન લેવાતા પાલિકાની બેવડી નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે તંત્રની નિષ્ક્રિયતા પ્રદૂષણ નિયંત્રણના દાવાઓને પોકળ સાબિત કરી રહી છે.
તાપી શુદ્ધિકરણની વાતો વચ્ચે સુરત પાલિકાના જ કોમ્પલેક્સમાંથી નદીમાં ગંદુ પાણી ઠાલવ્યું
સુરતમાં કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર ફસાયા
સુરતના ખટોદરા GIDC સ્થિત એક બંધ કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા 18 વર્ષીય રોશન સહાની અને તેના સગીર સાથીદાર અંદર જ ફસાઈ ગયા. બહાર નીકળવાનો રસ્તો ન મળતાં, ત્રીજા માળે પહોંચી બારીમાંથી બૂમો પાડી લોકોને બોલાવ્યા. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી. ફાયર વિભાગની ટીમે બારીના સળિયા કાપી બંનેનું રેસ્ક્યુ કર્યું. બહાર આવતાં જ પોલીસે બંનેની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
સુરતમાં કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર ફસાયા
રાજકોટ, સુરત, જૂનાગઢ સહિત અનેક શહેરોમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવ
SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાના નામે મતદારોના નામ ગેરરીતિપૂર્વક રદ કરવાના આક્ષેપ બાદ ગુજરાતભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા સોમવારે રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ જેવા મુખ્ય શહેરોમાં કાળા કપડાં, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. રાજકોટમાં CECનું મુખોટું પહેરાવી દેખાવો થયો, જ્યારે સુરતમાં કલેક્ટર કચેરી ઘેરાવનો પ્રયાસ કરતાં અટકાયત કરાઈ. વડોદરામાં પૂતળાદહનનો પ્રયાસ થતાં ઘર્ષણ થયું.
રાજકોટ, સુરત, જૂનાગઢ સહિત અનેક શહેરોમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવ
વડોદરાના શેરખી સુધી સીટી બસ સેવા શરૂ કરવાની કોલેજ વિદ્યાર્થીઓની માંગણી
વડોદરાના કોયલી-ઊંડેરા રોડ પર આવેલી વેદ બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. કોલેજના વિદ્યાર્થીઓ માટે શેરખી સુધી સીટી બસ સેવા શરૂ કરવાની ફરીથી માગ ઉઠી છે. હાલ બસ સેવા ન હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી સમય અને પૈસાનો વ્યય થાય છે. અગાઉ પણ રજૂઆત કરાયેલી હોવા છતાં હજુ સુધી બસ સેવા શરૂ ન થતાં, વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપી તાત્કાલિક બસ સેવા શરૂ કરવાની વિનંતી કરી છે. આ બસ સેવા શરૂ થવાથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ સ્થાનિક રહેવાસીઓને પણ ફાયદો થશે.
વડોદરાના શેરખી સુધી સીટી બસ સેવા શરૂ કરવાની કોલેજ વિદ્યાર્થીઓની માંગણી
ટેક્નિકલ ખામી અને મેઇન્ટેનન્સના કારણે અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ
અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી Namo Bharat Rapid Rail એક દિવસ માટે રદ કરવામાં આવી છે. આ નિર્ણય ટેક્નિકલ ખામી સર્જાવા અને માસિક જાળવણી (monthly maintenance)ની કામગીરીને કારણે લેવાયો છે. આ રૂટ પર માત્ર એક જ રેક ઉપલબ્ધ હોવાથી, કોઈપણ ટેક્નિકલ સમસ્યા કે જાળવણી દરમિયાન ટ્રેન રદ કરવી અનિવાર્ય બની જાય છે. આના પરિણામે, 28મી સપ્ટેમ્બર 2026ના રોજ ટ્રેન નંબર 94801 (અમદાવાદ – ભુજ) અને 29મી સપ્ટેમ્બર 2026ના રોજ ટ્રેન નંબર 94802 (ભુજ – અમદાવાદ) પણ અસરગ્રસ્ત થશે. આ અચાનક રદ્દીકરણથી અગાઉથી ટિકિટ બુક કરાવી ચૂકેલા સેંકડો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ટેક્નિકલ ખામી અને મેઇન્ટેનન્સના કારણે અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ
પંજાબની યુનિ.માં મધરાતે તોડફોડ અને આગચંપી
પંજાબની LPU યુનિવર્સિટીમાં કથિત દુષ્કર્મની અફવા અને વાઇરલ થયેલી 'રૂમ નંબર 503'ની ચેટને કારણે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સેંકડો વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાંથી બહાર આવી જલંધર-ફગવાડા નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જ્યાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે G-3 Hostel માં એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયું છે અને યુનિવર્સિટી મામલો દબાવી રહી છે. પોલીસે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ ન હોવાનું જણાવ્યું છે.
પંજાબની યુનિ.માં મધરાતે તોડફોડ અને આગચંપી
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ ન મળતાં લાભાર્થીઓ અને સંચાલક વચ્ચે ભારે રકઝક
વડોદરા શહેરના કેવડા બાગ ખાતે મધુરમ કોમ્પ્લેક્સની સસ્તા અનાજની દુકાનમાં અનાજ ન મળતાં લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો. નિયમિત અનાજ ન મળવાથી અને વારંવાર ધક્કા ખાવા પડવાથી લાભાર્થીઓએ દુકાન સંચાલક સામે રોષ વ્યક્ત કર્યો. સંચાલકે સરકારી નિયમોનો હવાલો આપતાં બંને પક્ષો વચ્ચે ભારે રકઝક થઈ. કેટલાક લાભાર્થીઓને ઘણા મહિનાઓથી અનાજ મળ્યું ન હોવાની ફરિયાદ હતી, જ્યારે સંચાલક નિયમ મુજબ ફિંગરપ્રિન્ટ આપ્યા બાદ જ અનાજ વિતરણ કરવાની વાત કરી રહ્યા હતા.
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ ન મળતાં લાભાર્થીઓ અને સંચાલક વચ્ચે ભારે રકઝક
વિદેશમાં MBBS: સરળ પ્રવેશ, પરંતુ ભારતમાં પ્રેક્ટિસ લાઇસન્સ મેળવવું પડકારજનક
દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન, રશિયા જેવા દેશોમાં MBBS કરવા જાય છે. ભારતમાં મેડિકલ બેઠકોની અછત અને ઊંચી ફીને કારણે વિદેશ જવું આકર્ષક લાગે છે. જોકે, વિદેશથી ભણીને આવ્યા બાદ ભારતમાં પ્રેક્ટિસ માટે લાઇસન્સ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) ના રિપોર્ટ મુજબ, ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) માં 75% થી વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય છે. ક્લિનિકલ એક્સપોઝરની કમી અને કડક નિયમો આ સમસ્યાને વધુ જટિલ બનાવે છે, જેના કારણે વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વિદેશમાં MBBS: સરળ પ્રવેશ, પરંતુ ભારતમાં પ્રેક્ટિસ લાઇસન્સ મેળવવું પડકારજનક
કલાલીમાં વૃદ્ધના ગળામાંથી રાત્રે સોનાની ચેઇન ઝૂંટવી
વડોદરાના કલાલી વિસ્તારમાં રાત્રે ચાલવા નીકળેલા 69 વર્ષીય વૃદ્ધ કનકભાઈ પરીખના ગળામાંથી અજાણ્યા શખ્સોએ લગભગ ₹83,009ની કિંમતની 12.880 ગ્રામ વજનની સોનાની ચેઇન ઝૂંટવી લીધી. આ ઘટના 26 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે આશરે સવા આઠ વાગ્યે બની હતી. બે અજાણ્યા ચોર કાળા રંગની બાઇક પર આવ્યા હતા અને ઘટનાને અંજામ આપી ચાણક્યનગરી રોડ તરફ ફરાર થઈ ગયા. વૃદ્ધ અને તેમના મિત્રએ ચોરનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા.
કલાલીમાં વૃદ્ધના ગળામાંથી રાત્રે સોનાની ચેઇન ઝૂંટવી
જામનગરના બેડેશ્વર પુલ પાસેથી ચોરાયેલી મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો
જામનગરમાં વાહન ચોરીના બનાવોને અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બેડેશ્વર પુલ નીચે સેલ્ટર હોમ પાસેથી ચોરાયેલી એક મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. બી.એન.એસ. કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં ટી.વી.એસ. કંપનીની સ્કુટી પેપ પ્લસ, કાળા રંગની મોટરસાયકલ ચોરાઈ હતી. સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે પોલીસે હુશેન સતારભાઈ પલેજા (ઉ.વ.22) ને ઝડપી લીધો હતો. આરોપીએ ચાર દિવસ અગાઉ આ મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રૂ.10,000 ની કિંમતનું વાહન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના બેડેશ્વર પુલ પાસેથી ચોરાયેલી મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો
જામનગરના લાલપુરના મેઘપર ગામમાં 4 કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે, મેઘપર ગામમાંથી 4 કિલો ગાંજા સાથે બિહારના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOG અને મેઘપર (પડાણા) પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી છે. પોલીસે રૂ. 2.11 લાખથી વધુનો ગાંજો, મોબાઇલ અને રોકડ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સ વૈશાલી, બિહારનો રહેવાસી છે અને ગામમાં ગાંજાનું વેચાણ કરતો હતો.