H1B વિઝા કૌભાંડ: અમેરિકાની મોટી કાર્યવાહી, દિગ્ગજ IT કંપનીઓ રડાર પર
H1B વિઝા કૌભાંડ: અમેરિકાની મોટી કાર્યવાહી, દિગ્ગજ IT કંપનીઓ રડાર પર
Published on: 09th July, 2026

અમેરિકામાં H-1B અને પર્મ (PERM) વર્ક વિઝામાં ચાલી રહેલી કથિત છેતરપિંડી અને કૌભાંડો સામે અમેરિકાની સરકારે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ તપાસમાં દિગ્ગજ આઇટી કંપની 'કોગ્નિઝન્ટ' (Cognizant) સહિત અનેક મોટી કંપનીઓ અમેરિકી એજન્સીઓના રડારમાં આવી ગઈ છે. આ કાર્યવાહી અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સેની 'ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ફ્રોડ' (Task Force to Eliminate Fraud) હેઠળ થઈ રહી છે. નકલી અરજીઓ, વિદેશી કર્મચારીઓનું શોષણ અને અમેરિકનોની નોકરીઓ છીનવાવા જેવા આરોપો સામેલ છે.