શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા
શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા
Published on: 19th June, 2026

વડોદરામાં શટલ રિક્ષામાં બેઠેલા વૃદ્ધાના પર્સમાંથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચોર ૯.૩ તોલાના દાગીના અને રોકડ મળી કુલ ૨.૫૮ લાખની મતા ચોરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૃ કરી છે. વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા  પાસે મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા કલાબેન શૈલેષકુમાર દેસાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૬ મી તારીખે અમારા ઘરે સમારકામ કરવાનું હોવાથી મારા દાગીના ડબીમાં મૂકી મારા પતિ અને પૌત્રી સાથે  બહેનના ઘરે જવા નીકળ્યા હતા.