ભાવનગર લઠ્ઠાકાંડમાં આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો!
ભાવનગર લઠ્ઠાકાંડમાં આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો!
Published on: 22nd August, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં આજે વધુ એક દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. 55 વર્ષીય અવિનાશ પરમાર, જે ભાવનગર કોર્ટમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા, તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો. આ સાથે, હાર્દિક કિલજી અને સંજય ડોડિયાના મૃત્યુના દુઃખદ સમાચારે પણ શોક છવાયો છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, 26 અસરગ્રસ્તોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 8 દર્દીઓ હજુ પણ સઘન સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીની ગુનાહિત કુંડળી ખુલી પડી છે, જે પ્રોહિબિશન અને મારામારીના ગુનાઓમાં સામેલ રહ્યો છે.