તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર
તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર
Published on: 11th September, 2026

જૂનાગઢના મેંદરડા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના નાગલપુર બેઠકના અપક્ષ સદસ્ય સુભાષ કાળુભાઈ ભાદરકા પર સગીરા સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સુભાષ ભાદરકાની ધરપકડ કરી છે. આરોપ મુજબ, આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા સગીરાનો સંપર્ક સાધ્યો હતો અને બાદમાં ડરાવી-ધમકાવી તેનું શારીરિક શોષણ કર્યું. પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.