રાજકોટના વાજડી પાસે 12 કરોડના બ્રિજમાં ભ્રષ્ટાચાર
રાજકોટના વાજડી પાસે 12 કરોડના બ્રિજમાં ભ્રષ્ટાચાર
Published on: 09th October, 2026

રાજકોટના નવા રિંગ રોડ પર વાજડી ગામ પાસે નિર્માણાધીન 12 કરોડના બ્રિજમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવી છે. નિષ્ણાતોની તપાસમાં બ્રિજના ત્રણ મોટા અને બે નાના બોક્સ પિલર નબળા હોવાનું જણાયું છે, જેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદની સરકારી માન્ય નિષ્ણાતોની ટીમે તપાસ બાદ રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરે સળિયાનું જોઇન્ટિંગ યોગ્ય રીતે ન કર્યું હોવાનું અને 60 ડિગ્રી બેન્ડ સળિયા સાથે પાંચ બોક્સ પિલરનું ક્રોપિંગ કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે અગાઉ બે ઈજનેરોને સસ્પેન્ડ કરાયા હતા અને સિટી ઈજનેર, ડે.કમિશનર તથા કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ અપાઈ હતી. હવે ક્ષતિગ્રસ્ત પિલર તોડી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે.