AMC એ ટાર્ગેટ પૂરો કરવા 4 લાખ ઝાડવા એસ્ટેટ અને પાર્કિંગ પ્લોટમાં વાવી દીધા
AMC એ ટાર્ગેટ પૂરો કરવા 4 લાખ ઝાડવા એસ્ટેટ અને પાર્કિંગ પ્લોટમાં વાવી દીધા
Published on: 09th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 'મિશન ફાઈવ મિલિયન ટ્રી' હેઠળ 126 દિવસમાં 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, આ લક્ષ્યાંક પૂરો કરવા માટે AMC એ એસ્ટેટ રિઝર્વ અને પાર્કિંગ પ્લોટમાં 4 લાખ વૃક્ષો વાવી દીધા છે, જે ભવિષ્યમાં વેચાણ સમયે કાપવાની ફરજ પડશે. આ મામલે બગીચા ખાતાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પૂર્વ અધિકારીઓના મતે, માવજતના અભાવે 55-60% વૃક્ષો બળી જાય છે, છતાં અધિકારીઓ માત્ર આંકડા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભાડજમાં ગૌચર પ્લોટમાં પણ વૃક્ષારોપણ કરાયું છે, જ્યાં એક વૃક્ષ દીઠ 1 ચોરસ મીટર કરતાં પણ ઓછી જગ્યા છે.