ધંધૂકા શહેરમાં યુવકની હત્યાના વિરોધમાં ધ્રાંગધ્રામાં VHP દ્વારા આવેદન પાઠવાયુ
ધંધૂકા શહેરમાં યુવકની હત્યાના વિરોધમાં ધ્રાંગધ્રામાં VHP દ્વારા આવેદન પાઠવાયુ
Published on: 24th April, 2026

ધંધૂકામાં માલધારી સમાજના યુવક ધર્મેશ ભરવાડની વિધર્મીઓ દ્વારા કરાયેલી હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજના યુવાનોએ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અગાઉ થયેલી કિશન ભરવાડની હત્યાના આરોપીઓને હજુ સજા મળી નથી ત્યાં ફરી હિન્દુ યુવકને નિશાન બનાવવામાં આવતા ભારે રોષ વ્યાપ્યો છે. આવેદનમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનારા હત્યારાઓને દાખલારૂપ સજા અપાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.