વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત
વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત
Published on: 24th April, 2026

અમદાવાદ જિલ્લાના નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે (24મી એપ્રિલ) વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કમીજલા અને વનથળ ગામ વચ્ચે એક પીકઅપ વાનચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ અકસ્માત આજે સવારે અંદાજે 8:00થી 8:30 વાગ્યાની વચ્ચે સર્જાયો હતો. મૃતકો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકના રહેવાસી હતા. તે લખતરથી બાઈક પર વિરમગામ તરફ જઈ રહ્યા હતા.