ધરમપુરમાં જજના બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ.
ધરમપુરમાં જજના બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ.
Published on: 24th April, 2026

ધરમપુરમાં એક જજની બંધ રહેણાંક મિલકતમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર રીઢા તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો છે. વલસાડ એસપીની સૂચના હેઠળ ધરમપુર પોલીસે ૩૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ૨૨ વર્ષીય સંદીપ પાડવીની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન પૂછપરછના અંતે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે મોટી ચોરીની ઘટના અટકી છે અને હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ડામવાનો પ્રયાસ કરાયો છે.