ધોળકા ST ડેપોમાં નજીવી બાબતે ઇકો ચાલકનો હંગામો
ધોળકા ST ડેપોમાં નજીવી બાબતે ઇકો ચાલકનો હંગામો
Published on: 23rd July, 2026

ધોળકા ST ડેપોમાં નજીવી વાતને લઈને ઇકો વાન ચાલકે ભારે દંગલ મચાવ્યું, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ST બસ ડ્રાઇવર અને ઇકો ચાલક વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ઇકો ચાલક આવેશમાં આવી હાથમાં દંડો લઈને બસ ડ્રાઇવરને મારવા દોડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં, ST ડેપોની સમાંતર ચાલતી ખાનગી શટલ વાહનો બંધ કરવા અને દબાણો હટાવવા માટે પણ રજૂઆત કરાઈ છે.