વીજ કરંટથી બંને હાથ ગુમાવ્યા, છતાં સ્નેહાએ GPSC પરીક્ષા પાસ કરી
વીજ કરંટથી બંને હાથ ગુમાવ્યા, છતાં સ્નેહાએ GPSC પરીક્ષા પાસ કરી
Published on: 23rd July, 2026

વીજ કરંટ લાગવાથી બંને હાથ ગુમાવ્યા હોવા છતાં, હાલોલની સ્નેહા રાઠવાએ અદમ્ય સાહસ અને મક્કમ મનોબળથી GPSC દ્વારા લેવાયેલી ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષામાં 14મો ક્રમ મેળવી ઇતિહાસ રચ્યો છે. વડોદરાના સંકલ્પ ગુરુકુલમમાંથી તાલીમ મેળવી, સ્નેહાએ જણાવ્યું કે બાળપણમાં થયેલી દુર્ઘટના બાદ પણ તેના માતા-પિતાએ તેને હિંમત આપી અને હાથ વગર લખતા શીખવ્યું. ધોરણ 12માં 91% અને B.Comમાં 81% સાથે ઉત્તીર્ણ થયા બાદ, સ્નેહાએ સરકારી અધિકારી બનવાના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કર્યો. તેણીએ દિવ્યાંગજનોને પ્રેરણા આપતાં કહ્યું કે, ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરો, હિંમત ન હારશો, તો સફળતા ચોક્કસ મળશે.