HDFC બેંકના ડિપોઝિટ મશીનમાંથી 26 નકલી નોટો મળતા બોગસ ચલણી નોટો છાપવાનું રેકેટ પકડાયું
HDFC બેંકના ડિપોઝિટ મશીનમાંથી 26 નકલી નોટો મળતા બોગસ ચલણી નોટો છાપવાનું રેકેટ પકડાયું
Published on: 20th August, 2026

વિજાપુર, મહેસાણામાં HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 26 નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે કલર પ્રિન્ટર અને લેપટોપનો ઉપયોગ કરીને નકલી ચલણી નોટો છાપી બજારમાં ચલાવવાનું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આદિલ અને જય સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ ગુગલ પરથી ચલણી નોટોના ફોર્મેટ ડાઉનલોડ કરી, ઘરે જ નકલી નોટો છાપી, સાચી નોટોના બંડલ વચ્ચે ભેળવીને બેંકમાં જમા કરાવતા હતા. આ રેકેટમાં વધુ આરોપીઓની શોધખોળ અને તેમણે કેટલી નકલી નોટો ચલાવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.