વડોદરાના હાથીખાનામાં ૧૧ દુકાનોના તાળા તોડી ચોરી કરનાર ટોળકી હજી પકડાઈ નથી
વડોદરાના હાથીખાનામાં ૧૧ દુકાનોના તાળા તોડી ચોરી કરનાર ટોળકી હજી પકડાઈ નથી
Published on: 19th June, 2026

વડોદરાના હાથીખાના વિસ્તારમાં એક ચોર ટોળકીએ ૧૧ દુકાનોના તાળા તોડી ૧૧ લાખથી વધુની ચોરી કરી છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ, ડીસીબી અને અન્ય બ્રાંચની ટીમો સક્રિયપણે તપાસ કરી રહી છે, છતાં પણ ચોર ટોળકી હજુ પોલીસ પકડથી દૂર છે. આ ચોરો મોઢે માસ્ક અને હાથમાં મોજા પહેરીને, રાત્રિના સમયે દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપે છે. તેમની પ્રવેશ અને બહાર નીકળવાની સમય મર્યાદા પણ નોંધવામાં આવી છે.