ગોંડલ નજીક ધોળા દિવસે થયેલ મોટી ચોરી, ઘાટવડિયા ગેંગની મહિલા સહિત ત્રિપુટી ઝબ્બે
ગોંડલ નજીક ધોળા દિવસે થયેલ મોટી ચોરી, ઘાટવડિયા ગેંગની મહિલા સહિત ત્રિપુટી ઝબ્બે
Published on: 20th August, 2026

ગોંડલના મોવિયા ગામની સીમમાં ખેત મજૂરી કરતા શ્રમિકના મકાનમાંથી રૂ. 7.95 લાખની ચાંદી અને રોકડ ચોરી કરનાર ઘાટવડિયા ગેંગની મહિલા સહિત ત્રણ સભ્યોને રૂરલ એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ નાના ભાઈના લગ્ન માટે પૈસાની જરૂરિયાત હોવાનું કબૂલ્યું છે અને પ્રસંગમાં રૂ. 2.80 લાખ વાપરી નાખ્યાની કબૂલાત આપી છે. પોલીસે રૂ. 8.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.