સોશિયલ મીડિયા જાહેરાત પર વિશ્વાસ કરનાર રોકાણકારે ગુમાવ્યા ૧.૬૦ કરોડ
સોશિયલ મીડિયા જાહેરાત પર વિશ્વાસ કરનાર રોકાણકારે ગુમાવ્યા ૧.૬૦ કરોડ
Published on: 02nd September, 2026

વડોદરાના એક Executive Director, સિધ્ધરાજસિંહ મેતીયા, સોશિયલ મીડિયા પર ન્યુવામા વેલ્થ મેનેજમેન્ટની જાહેરાત જોઈને શેરબજારમાં રોકાણ કરવા પ્રેરાયા. તેમણે એક લીન્ક ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાયા અને શેરબજારની ટિપ્સ મેળવી. પ્રોફેસર આશિષ કહેરની આસિસ્ટન્ટ તરીકે ઓળખ આપનાર મીરા ઐયર પર વિશ્વાસ મૂકી, તેમણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અલગ-અલગ કંપનીઓના શેર ખરીદવા માટે કુલ રૃા.૧.૬૦ કરોડ જમા કરાવ્યા. એપ્લિકેશનમાં વધુ રકમ દેખાતા વિથડ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા. બાદમાં છેતરપિંડી થઈ હોવાનું જણાયું.