મેઘરજના ખેતરોમાંથી કેબલ ચોરી કરનાર ૨ શખ્સો એલસીબી દ્વારા રૂ.૧૪,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
મેઘરજના ખેતરોમાંથી કેબલ ચોરી કરનાર ૨ શખ્સો એલસીબી દ્વારા રૂ.૧૪,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
Published on: 20th July, 2026

મેઘરજ LCB એ બાતમીના આધારે ઊંડવા અને રામગઢી ભૂતિયા ગામના ખેતરોમાંથી થયેલી કેબલ ચોરીના બે આરોપીઓને રૂ. ૧૪,૪૦૦ ના કેબલ અને કોપર વાયર સાથે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ એક સપ્તાહ અગાઉ ચોરી કરેલા કેબલને મોડાસામાં વેચવા જઈ રહ્યા હતા. મેઘરજ LCB સ્ટાફ મોડાસા રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમી મળતાં કુંભેરા પાસેથી આ બંને શખ્સોને ઝડપી પાડ્યા. પૂછપરછ દરમિયાન તેમણે ઊંડવા અને રામગઢી ભૂતિયા ગામમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.