દિલ્હીમાં મણિપુરના સંગીતકાર પર હુમલો, સારવાર દરમિયાન મોત
દિલ્હીમાં મણિપુરના સંગીતકાર પર હુમલો, સારવાર દરમિયાન મોત
Published on: 08th September, 2026

દિલ્હીના કિલોકરી ગામમાં 54 વર્ષીય મણિપુરી સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહની ઘોંઘાટ ઓછો કરવાનું કહેવા બદલ નિર્દયતાથી હત્યા કરાઈ. આ ઘટનાએ પૂર્વોત્તરના લોકોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. લોકસભામાં રાહુલ ગાંધીએ ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસને પૂર્વોત્તરના લોકો સામે વધતી અરાજકતા રોકવા પગલાં લેવા કહ્યું. રવિવારે રાત્રે કચરો ફેંકવા ગયેલા વિક્રમ સિંહ પર અવાજ ઓછો કરવા કહેતાં 8 યુવકોએ હુમલો કર્યો, જેના કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે 7 પુખ્ત અને 1 સગીરને ઝડપી લીધા છે.