કેન્દ્ર સરકારની લાલ આંખ બાદ Meta ઝૂક્યું
કેન્દ્ર સરકારની લાલ આંખ બાદ Meta ઝૂક્યું
Published on: 15th September, 2026

કેન્દ્ર સરકારના કડક વલણ બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta)એ મોટો નિર્ણય લીધો છે. મેટાએ ખાતરી આપી છે કે તે બાળ યૌન શોષણ (CSEAM) અને બાળકોની સુરક્ષા સંબંધિત તમામ સંવેદનશીલ કેસો સીધા ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓને રિપોર્ટ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ને આ સંદર્ભે સત્તાવાર પત્ર પાઠવ્યો છે. સરકાર આ નિર્ણયને 'પ્રથમ પગલું' ગણાવી રહી છે અને ભારતમાં બાળકોની ડિજિટલ સુરક્ષા કોઈપણ બાંધછોડ વગરનો વિષય છે.