નંદેસરીમાં જૂની અદાવત: યુવક પર ઘરમાં ઘૂસી ખૂની હુમલો
નંદેસરીમાં જૂની અદાવત: યુવક પર ઘરમાં ઘૂસી ખૂની હુમલો
Published on: 19th June, 2026

વડોદરાના નંદેસરીમાં જૂની અદાવત પ્રેરિત હુમલામાં એક યુવક પર તેના ઘરમાં ઘૂસીને ધારિયા, પાઇપ અને લાકડી વડે નિર્મમ અત્યાચાર કરવામાં આવ્યો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ હુમલામાં ભાજપના વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, જે હાલ કોંગ્રેસમાં છે, અને તેના ચાર સાથીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ આરોપીઓ હાલ ફરાર છે.