સુરતમાં 30 કરોડના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા ઝડપાઈ
સુરતમાં 30 કરોડના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા ઝડપાઈ
Published on: 01st May, 2026

ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરત રેલવે સ્ટેશન પર દરોડા દરમિયાન 30 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા મેલિયોરા ચિગોઝી હેનરી ઉઝોર ઝડપાઈ. DRI ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલા પાસેથી આ જથ્થો મળી આવ્યો. કોર્ટે વધુ તપાસ માટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.