નિરમા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત
નિરમા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત
Published on: 01st October, 2026

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલની સામે એક અજાણ્યા શખ્સ દ્વારા કથિત રીતે અશ્લીલ હરકત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 29 સપ્ટેમ્બરના રોજ H-5 બિલ્ડિંગની સામે આ કૃત્ય થયું હતું. યુનિવર્સિટી તંત્રની ફરિયાદ બાદ સોલા પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નવી H-5 બિલ્ડિંગના મજૂરોની પૂછપરછ શરૂ કરી છે અને વાયરલ વીડિયોના આધારે આરોપીની ઓળખ કરવા પ્રયાસ કરી રહી છે.