પાટણની POCSO કોર્ટનો દાખલારૂપ ચુકાદો.
પાટણની POCSO કોર્ટનો દાખલારૂપ ચુકાદો.
Published on: 24th April, 2026

પાટણની સ્પેશિયલ POCSO કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ આચરવા બદલ પિતાને 20 વર્ષની સખ્ત કેદની સજા કરી. કોર્ટે આરોપીને 50,000 રૂપિયાનો દંડ અને સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર આપવા ભલામણ કરી છે. આરોપીએ 2017થી 2024 સુધી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે 12 મૌખિક અને 15 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધા હતા. સરકારી વકીલે આરોપીને સખ્ત સજા આપવા વિનંતી કરી હતી.