હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન LCB ઝોન-૪ દ્વારા ઝડપાઇ
હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન LCB ઝોન-૪ દ્વારા ઝડપાઇ
Published on: 02nd September, 2026

વડોદરાની દુમાડ ચોકડી નજીકથી એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમે નેશનલ હાઇવે પરથી પસાર થતી એક પીકઅપ વાનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૃની ૯૨૧ બોટલ, જેની કિંમત રૃપિયા ૨.૩૦ લાખ થાય છે, તે મળી આવી હતી. પોલીસે ડ્રાઇવર અમિન ગફારભાઇ કાબરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૃ, પીકઅપ વાન અને મોબાઇલ ફોન સહિત કુલ ૭.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૃ ભરી આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.