અમદાવાદ સેશન્સ કોર્ટે યુકેની સગીરા પર જાતીય હુમલો કરનાર કિશોરના આગોતરા જામીન ફગાવ્યાં
અમદાવાદ સેશન્સ કોર્ટે યુકેની સગીરા પર જાતીય હુમલો કરનાર કિશોરના આગોતરા જામીન ફગાવ્યાં
Published on: 01st September, 2026

યુકેમાં રહેતી એક સગીરા અમદાવાદમાં સંબંધીને ત્યાં આવી હતી, ત્યારે તેના સંબંધીના સગીરવયના દીકરાએ તેના પર જાતીય હુમલો કર્યો હતો. આ ગંભીર આરોપો અંગે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આરોપી કિશોરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે IPC અને POCSO હેઠળ ગંભીર આરોપો, યુકેમાં નોંધાયેલી ફરિયાદ અને મેડિકલ રિપોર્ટ્સ તપાસની નાજુક સ્થિતિ દર્શાવે છે, તેથી આરોપીની હાજરી તપાસ માટે આવશ્યક છે.