અરવલ્લીના માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગ
અરવલ્લીના માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગ
Published on: 02nd October, 2026

અરવલ્લીના માલપુર નજીક પોશડોડા ભરેલી કારની હેરાફેરી કરતા આરોપીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં LCBએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં એક આરોપીને પગમાં ઈજા થતાં ઝડપાયો, પાસેથી હથિયાર કબજે. આરોપી રાજસ્થાનની ગેંગ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી. આ ઘટનામાં પોલીસની કારને ટક્કર મારવાનો પણ પ્રયાસ કરાયો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા. આ છેલ્લા ૧૦ દિવસમાં બીજી આવી ઘટના છે.