રાધનપુર-પાલનપુર હાઇવે પર ટ્રેલર-ટેન્કર ટક્કરમાં એક શ્રમિકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ
રાધનપુર-પાલનપુર હાઇવે પર ટ્રેલર-ટેન્કર ટક્કરમાં એક શ્રમિકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ
Published on: 09th October, 2026

પાટણ જિલ્લાના રાધનપુર-પાલનપુર હાઇવે પર સીનાડ ગામ પાસે વૃક્ષોને પાણી છાંટતા ટેન્કરને પાછળથી ટ્રેલરે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પાણી છાંટી રહેલા એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક અને ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમને રાધનપુર હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુર મેડિકલ કોલેજ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ, 108 તથા 112ની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનાએ હાઇવે પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.