વડોદરામાં રોડ ક્રોસ કરતા સિનિયર સિટિઝનને બાઇકચાલકે ટક્કર મારતા મોત
વડોદરામાં રોડ ક્રોસ કરતા સિનિયર સિટિઝનને બાઇકચાલકે ટક્કર મારતા મોત
Published on: 19th June, 2026

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વખતે એક સિનિયર સિટિઝનને બાઇકચાલકે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું. પોલીસે અકસ્માત સર્જનાર બાઇકચાલક સૂરજ રામશંકરભાઇ રાજપૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.