ફેસબુક લિંક પર ક્લિક કરતાં સિક્કાના ડ્રાઇવર સાથે રૂ.50 હજારની ઓનલાઈન છેતરપિંડી
ફેસબુક લિંક પર ક્લિક કરતાં સિક્કાના ડ્રાઇવર સાથે રૂ.50 હજારની ઓનલાઈન છેતરપિંડી
Published on: 24th September, 2026

જામનગર નજીક સિક્કાના ડ્રાઇવર ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.45) સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. ફેસબુક પર ટિકટોક ડાઉનલોડ કરવાની પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી અજાણ્યા ખાતામાં રૂ.50 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા. બાદમાં તેમના મોબાઇલ પર રૂ.50 હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે. સિક્કા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.