જેલનો નશીલા પદાર્થનો વાયરલ વીડિયો 2025નો: માત્ર નાસ્તાના પડીકામાં તમાકુ, ચૂનાની ટોટી
જેલનો નશીલા પદાર્થનો વાયરલ વીડિયો 2025નો: માત્ર નાસ્તાના પડીકામાં તમાકુ, ચૂનાની ટોટી
Published on: 31st July, 2026

સુરેન્દ્રનગર સબ જેલમાં નશીલા પદાર્થો પહોંચતા હોવાનો વાયરલ વીડિયો 2025નો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વીડિયોમાં ગંભીર નશીલા પદાર્થો નહીં, પરંતુ નાસ્તાના પડીકામાં છૂટી તમાકુ અને ચૂનાની ટોટી હોવાનું સ્પષ્ટ થયું છે. અગાઉ જેલ પ્રશાસન પર પ્રતિબંધિત વસ્તુઓ મળવાના આરોપો હતા, પરંતુ હાલ કડક સુરક્ષા છે. જેલ સુપ્રિટેન્ડેન્ટ એ.આર. હાલપરાની તકેદારીને પગલે કેદીઓના સગા દ્વારા બદનામ કરવા જૂનો વીડિયો વાયરલ કરાયો હોવાની શક્યતા છે. આ મામલે તપાસ અને પગલાં લેવાની તજવીજ ચાલી રહી છે.