કેશોદમાં ગૃહ કલેશના કારણે પત્નીની હત્યા બાદ પતિનો રેલવે ટ્રેક પર આપઘાત
કેશોદમાં ગૃહ કલેશના કારણે પત્નીની હત્યા બાદ પતિનો રેલવે ટ્રેક પર આપઘાત
Published on: 20th August, 2026

કેશોદમાં ગૃહકંકાસનો કરુણ અંજામ જોવા મળ્યો છે. સુમનનગર વિસ્તારના ગિરીશ બાલસે પોતાની પત્ની વિપુલાબેનની ગળું દબાવી હત્યા કરી, ત્યારબાદ કેશોદ નજીક રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલતો હતો. ગિરીશ બાલસે બનાવેલા વીડિયોમાં તેણે પત્નીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી અને માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરી છે.