અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડાનો નાગરિક ₹4.81 કરોડ કોકેઈન સાથે ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડાનો નાગરિક ₹4.81 કરોડ કોકેઈન સાથે ઝડપાયો
Published on: 25th September, 2026

અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ યુગાન્ડાના એક નાગરિકને ₹4.81 કરોડના 981 ગ્રામ કોકેઈન સાથે ઝડપી પાડ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કતાર એરવેઝની ફ્લાઇટ QR 534 દ્વારા આવી રહેલા આ મુસાફરની ટ્રૉલી બેગના હેન્ડલ અને સપોર્ટ પાર્ટ્સમાંથી કોકેઈન મળી આવ્યું. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરીને DRIએ કોકેઈન જપ્ત કર્યું છે અને મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.